Ahmedabad : હવે જો બેફામ વાહન હંકારતા પકડાશો તો ખેર નથી, થઈ જશે લાયસન્સ સસ્પેન્ડ, જાણો શું હોય છે લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા
ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામા RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ રદ કર્યું છે. આ જ રીતે RTO દ્વારા છેલ્લા એક વર્ષમાં અલગ અલગ કારણોસર આવેલી અરજી પર 700 થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.
Traffic Driver: ઇસ્કોન અકસ્માત ઘટના બાદ ટ્રાફિક વિભાગ (Traffic Department) એક્શનમાં આવ્યું છે અને વિશેષ ડ્રાઇવ શરૂ કરી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ મેમો આપવા આવી રહ્યા છે. સાથે જ કેટલાક કિસ્સામાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO ને ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અરજી આરટીઓમાં મોકલવામાં આવી રહી છે. જે બાદ RTO આવી અરજી પર કાર્યવાહી કરી લાયસન્સ સસ્પેન્ડ કરી રહ્યું છે. જેમાં જુલાઈ 2022 થી જુલાઈ 2023 સુધી RTOને આવી 700 થી વધુ અરજી મળતા તેમાં કાર્યવાહી કરી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
RTO માંથી મળતી માહિતી પ્રમાણે જુલાઇ 2022 થી જુલાઈ 2023 સુધી 700 ઉપર અરજી આવી જેમાં કાર્યવાહી કરવામાં આવી. તો ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે 34 અરજીઓ આરટીઓને મળી. જેમાં 4 અરજી ટ્રાન્સફર કરવામાં આવી. તો 28 ને નોટિસ આપવામાં આવી છે. જે નોટિસના જવાબ મળ્યા બાદ તેઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
2022 થી જુલાઈ 2023 સુધી 703 લોકોના લાયસન્સ કરાયા સસ્પેન્ડ
અમદાવાદમાં નવા આવેલા ઇન્ચાર્જ આરટીઓ આશિષ પરમારની વાત માનીએ તો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો ભંગ કરનારના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અરજી મોકલવામાં આવે છે. અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં જુલાઈ 2022 થી જુલાઈ 2023 સુધી 703 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે.
તો 703 માં 446 કેસ ઓવરસપીડિંગ, 65 હેલ્મેટ વગરના, 17 ડ્રિન્ક દ્રાઇવ. 57 ગંભીર ડ્રાઈવ અને અકસ્માત મોતના 90 કેસ છે. જેમની સામે કાર્યવાહી કરી લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. તો ઇસ્કોન અકસ્માત બાદ દર મહિના કરતા ગત મહિનામાં લાયસન્સ સસ્પેન્ડ કરવાના કેસમાં વધારો નોંધાયાનું પણ જણાયું છે.
શુ હોય છે લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા ?
ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની અરજી RTO માં આપવામાં આવે છે. જે બાદ RTO દ્વારા અરજદારને એક નોટિસ આપવામાં આવે છે, અને અરજદારે તે નોટીસનો 7 દિવસમાં જવાબ રજૂ કરવાનો હોય છે. જે જવાબ શુ આવે છે તેના આધારે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં લાયસન્સ સસ્પેન્ડ 3 મહિના માટે, 6 મહિના માટે અથવા 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, અને લાયસન્સ સસ્પેન્ડ થયા બાદ જો તે વ્યક્તિ વાહન ચલાવે છે તો તેના પર કાર્યવાહી પણ થઈ શકે છે. કેમ કે લાયસન્સ વગર વાહન ચલાવવું તે ગુનો બને છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં આરટીઓ વિભાગે કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર તથ્ય પટેલ નું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. જેમાં તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. ઇસ્કોન અકસ્માતમાં 9 લોકોના મોત તેમજ સિંધુભવન અકસ્માતની ઘટનાને ધ્યાન રાખીને આ કાર્યવાહી કરાઈ છે.
અમદાવાદમાં નકલી ED અધિકારીની ઓળખ આપનાર આરોપીના 7 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર
નિયમ પ્રમાણે RTO એ બે વાર નોટિસ આપી જવાબ માંગતા તથ્ય પટેલ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. તેમજ તથ્ય પટેલે ફરી લાયસન્સ મેળવવા અપીલમાં જઈને પ્રોસેસ કરી શકે છે. જોકે અપીલમાં તથ્ય પટેલ તરફી નિર્ણય આવે તો જ તેને ફરી લાયસન્સ મળી શકશે.