અમદાવાદમાં નકલી ED અધિકારીની ઓળખ આપનાર આરોપીના 7 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર
હવે ઠગબાજોથી સાવધાન રહેવાની જરુર સામે આવી છે કારણ કે રાજ્યમાં એક બાદ એક નકલી અધિકારીઓની ભરમાર સામે આવી છે. ED અધિકારીની ઓળખ આપી કરોડોની છેતરપિંડી આંચરનાર આરોપીને પોલીસે રિમાન્ડ પર લીધો છે.
અમદાવાદમાં EDના નકલી અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેતરપિંડી કરનાર ઓમવિરસિંહ નામનો આરોપી રિમાન્ડ પર ધકેલાયો છે. આરોપી ઓમવિરસિંહના 7 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના બેંક ખાતામાંથી 60 લાખ રૂપિયા પોલીસે સીઝ કર્યા. ED અધિકારીની ઓળખ આપી કરી હતી 1.5 કરોડની છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો : ISKCON Bridge Accident: અમદાવાદ RTO એ તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ કર્યું રદ્દ, જુઓ Video
પોલીસ ગિરફતમાં રહેલ ઓમવીરસિંહ પોતે એન્ફોર્સમેન્ટ ડિરેટકટર અધિકારી તરીકે ફરજ બજાવતો હોવાનું કહીને 1.50 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી. નકલી ED અધિકારી ઓમવીરસિંહ પોતે બોગ્સ આઈકાર્ડ બનાવ્યું હતું. જેમાં આઈ.આર.એસ, એડિશનલ ડાયરેકટર,એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ,મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્ , ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું આઈકાર્ડ બનાવ્યું હતું.
Published on: Aug 10, 2023 09:13 PM
Latest Videos