ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રી ડેવલપમેન્ટને લઈને રહીશો લડી લેવાના મૂડમાં, પોસ્ટર વોર શરૂ કર્યું

હાઉસિંગ બોર્ડના મુદ્દે ગુજરાત હાઉસિંગ બોર્ડ કેળવણી મંડળ 2016 થી લડત આપતું હતું જે બાદ હવે વિવિધ એપાર્ટમેન્ટના સભ્યોએ લડત આપવા એક ફેડરેશન બનાવ્યું છે. જે પણ હાલ લડત આપી રહ્યું છે. 

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રી ડેવલપમેન્ટને લઈને રહીશો લડી લેવાના મૂડમાં, પોસ્ટર વોર શરૂ કર્યું
poster war started
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 03, 2022 | 12:56 PM

ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) ના મકાનોના રી ડેવલપમેન્ટ (redevelopment ) નો મુદ્દો દિવસે ને દિવસે ગરમાઇ રહ્યો છે. કેમ કે 2016 થી ચાલી રહેલી લડતનો અંત ન આવતા અને પોલિસીમાં રહીશોના ઇચ્છાનુસાર ફેરફાર ન થતા ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે. જે નારાજગીને લઈને સ્થાનિકોએ સરકાર સંઘે વાટાઘાટો અને મિટિંગો પણ કરી. જોકે તેમ છતાં સ્થાનિકોને હિતમાં નિર્ણય નહિ આવતા આખરે સ્થાનિકો હવે લડી લેવાના મૂળમાં આવ્યા છે. અને અમદાવાદ (Ahmedabad) માં સ્થાનિકોએ સૌ પ્રથમ પોસ્ટર વોર શરૂ કર્યું છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકોએ પ્રગતિનગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાન પર એક પોસ્ટર લગાવ્યું છે. જે પોસ્ટરમાં લખ્યું છે કે “રિડેવલોપમેન્ટ”ની પોલિસીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓ ની “મનમાની” કરશે લાચાર, પ્રજાજનોની મોટી જાનહાનિ”, જાગો… હાઉસિંગ બોર્ડનાં રહીશો જાગો…

આ લખાણ સાથેના પોસ્ટર દ્વારા હાઉસિંગ બોર્ડના રહીશોએ તેમનું આંદોલનનું રૂમ બદલ્યું છે. કેમ કે અત્યાર સુધી સ્થાનિકો મિટિંગ એ ચર્ચા કરતા હતા. જોકે તેમાં કોઈ ઉકેલ નથી આવી રહ્યો તેમ લાગ્યા આખરે સ્થાનિકોએ તમને નવા આંદોલનની શરૂઆત મકાન પર પોસ્ટર લગાવી કરી છે. એટલું જ નહીં જો આ પોસ્ટર વોરથી પણ કોઈ અસર નહિ પડે તો ઉપવાસ કરવા. ધરણા કરવા. ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા સહિતના કાર્યક્રમ આપવાની પણ તૈયારી સ્થાનિકોએ દર્શાવી છે. તેમજ સ્થાનિકોએ રી ડેવલપમેન્ટ માટે તૈયાર હોવાનું જણાવી રી ડેવલપમેન્ટનો વિરોધ નહિ પણ પોલિસી.ના કેટલાક મુદાનો વિરોધ હોવાનું જણાવી તેમાં જરૂરી નિવેડો લાવવા માંગ કરી છે.

આ પણ વાંચો

હાઉસિંગ બોર્ડના મુદ્દે ગુજરાત હાઉસિંગ બોર્ડ કેળવણી મંડળ 2016 થી લડત આપતું હતું જે બાદ હવે વિવિધ એપાર્ટમેન્ટના સભ્યોએ લડત આપવા એક ફેડરેશન બનાવ્યું છે. જે પણ હાલ લડત આપી રહ્યું છે.

ફેડરેશનની માંગણીઓ આ પ્રમાણે છે

  1. એક પ્લોટ એક સોસાયટી એક એસોસિએશન હોવું જોઈએ… જેથી કોઈને અન્યાય ન થાય…
  2. ફાળવણી એસોસીએશનના હાથમાં હોવી જોઈએ. જેથી હાલમાં જે વ્યક્તિ વર્ષોથી રહે છે તેને ત્યાં ફાળવણી થાય…
  3. હયાતને તે જ સ્થળે ફાળવણી. હાલ જ્યાં થે છે તેને ત્યાં જ મકાન મળે…
  4. હયાત કરતા 40 ટકા વધુ આપવાની વાત છે તે ટેન્ડર માં જોવું જોઈએ. હાલમાં જે મકાન છે તે મકાનમાં 40 ટકા બધું વિસ્તાર આપવાની ટેન્ડરમાં જોગવાઈ કરવી જોઈએ…
  5. નોટરાઈઝ સંમતિ રદ થવી જોઈએ. આનાથી રહીશો ના હકમાં નિર્ણય ના હોય તો રહીશો મુશ્કેલીમાં મુકાઈ શકે જેથી આ પ્રક્રિયા રદ થવી જોઈએ.
  6. રી ડેવલપમેન્ટમાં 75 – 25 ટકા રેસિયામાં 25 ટકા ન માનનારા રહીશો માટે સરકાર કોઈ વિકલ્પ લાવે તેવી માંગ કરી જેથી રી ડેવલપમેન્ટનો પ્રોજેકટ અટકે નહિ

તેમજ આ સ્કીમથી સ્થાનિકોને નુકશાન અને તંત્ર અને બિલ્ડરને ફાયદો થતો હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. આ મુખ્ય માંગો સિવાય અન્ય પણ ઘણી માંગ છે. જોકે છેલ્લે મળેલી મિટિંગ બાદ કેટલાક મૂદામાં સરકારે સ્થાનિકોને રાહત આપી છે. પણ નોટરાઈઝના મુદ્દે સરકાર નું કડક વલણ છે અને જો તે થાય તો સ્થાનિકો બંધાઈ જાય અને તેમાં સ્થાનિકોને નુકશાન થાય તેવા આક્ષેપ ઉઠ્યા છે. જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. અને માટે જ તેઓને હાલ ચોમાસા દરમિયાન જર્જરિત મકાનમાં ભયના ઓથાર નીચે જીવું પડી રહ્યું છે. જેથી રહીશોએ સ્થાનિકોના હિતમાં હોય તેવી પોલિસી સુધારા સાથે લાવવી જોઈએ તેવી માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 1 લાખ ઉપર મકાન છે. જ્યાં ગેરકાયદે બાંધકામ પણ થયા છે. જે દૂર કરવા મકાન માલિકોને અગાઉ નોટિસો પણ અપાઈ. જોકે તેનો વિવાદ સર્જાતા સરકારે હાલ પૂરતી તે નોટિસ પર કાર્યવાહી કરવાનું મોકૂફ રખાયું છે. તેમજ હાઉસિંગ બોર્ડના મકાનોના રી ડેવલપમેન્ટ ને લઈને કેટલાક સ્થાનિકો દવારા નારાણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઉદ્ઘાટન વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર આપી ઘટતું કરવા રજુઆત કરી. જેમાં મંત્રીએ પણ ધ્યાન દોરવા ખાતરી આપી. એટલુ જ નહીં પણ જો રી ડેવલપમેન્ટની પોલિસી માં સુધારો નહિ આવે તો આગામી દિવસમાં વિવિધ  એસોસિએશન અને ફેડરેશન રેલી. ધરણા જેવા કાર્યક્રમો આપી શકે તેવી પણ તૈયારી દર્શાવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગમી દિવસમાં રી ડેવલપમેન્ટને લઈને શુ નિર્ણય લેવાય છે. અને સ્થાનિકોના હિતમાં પોલિસી જાહેર થાય છે કે પછી સ્થાનિકોએ જ સરકારની પોલિસીમાં ઢળવુ પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">