ગુજરાત હાઇકોર્ટે સુરત કોર્પોરેશનનો ઉધડો લીધો, કહ્યું કોર્ટ નોટિસ કાઢે અને ઓફિસર્સ એમનું ધાર્યું જ કરે, કમિશ્નરને રૂબરૂ હાજર થવા આદેશ
ગુજરાત હાઇકોર્ટે 6 માર્ચના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ હાજર રહેવા હુકમ કર્યો. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક કેસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી અને ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું કે ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા માટે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બદલાવો કરવામાં આવ્યો અને આ જ મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટ નારાજ થયું.
ગુજરાત હાઇકોર્ટે 6 માર્ચના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ હાજર રહેવા હુકમ કર્યો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક કેસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી અને ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું કે ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા માટે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બદલાવો કરવામાં આવ્યો અને આ જ મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટ નારાજ થયું. એટલું જ નહીં ગુજરાત હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોર્પોરેશન ખાનગી વ્યક્તિના એજન્ટની જેમ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
સામાન્ય માણસના હાઇકોર્ટ ઉપરના ભરોસાનો આ સવાલ છે
ન્યાયિક પ્રક્રિયા પડતર હોય તેવા કિસ્સાઓમાં કાયદો હાથમાં લેવાનો કોઈ પણ સત્તાધીશને અધિકાર નથી અને તે જ મામલે હવે ગુજરાત હાઇકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલને તેડું મોકલ્યું છે. ગુજરાત હાઇકોર્ટના જજે કહ્યું કે “શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સામાન્ય માણસને એવું ન થવું જોઈએ કે કોર્ટમાં માણસ આવે, ત્યારબાદ કોર્ટ નોટિસ કાઢે અને ત્યારબાદ પણ ઓફિસર્સ તેમનું ધાર્યું જ કરે, અને પછી આવીને માફી માંગી લે”. કોટે એ પણ કહ્યું કે સામાન્ય માણસ ના હાઇકોર્ટ ઉપરના ભરોસાનો આ સવાલ છે.
આગામી સુનવણી 6 માર્ચના રોજ હાથ ધરાશે
આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ એ પણ દરમિયાનગીરી કરવી પડી હતી અને તેમણે કોર્ટને આસ્વસ્થ કર્યા કે સમગ્ર કેસમાં જરૂરી પગલાં લેવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે કમિશનર શાલીની અગ્રવાલે છ માર્ચ ના રોજ બિનશરતી માફી નામા સાથે હાજર તો રહેવું જ પડશે સાથે સાથે પોતે કરેલી કામગીરીનો ખુલાસો પણ કરવો પડશે. આખા પ્રકરણમાં જવાબદાર લોકોના સસ્પેન્શનના હુકમ સાથે છ માર્ચના રોજ હાજર રહેવા માટે હુકમ કર્યો. તેમજ આ કેસની આગામી સુનવણી 6 માર્ચના રોજ હાથ ધરાશે.
આ પણ વાંચો : Rajkot: 100 કિલોમીટર દુરથી ખેડૂત 8 મણ ડુંગળી વેચવા આવ્યો, વેપારીએ આપ્યા માત્ર 10 રુપિયા, વાયરલ થયું બિલ