AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi ને માનહાની કેસમાં હાઇકોર્ટમાંથી મળશે ‘રાહત’ કે પછી બરકરાર રહેશે ‘આફત’

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની ધરપકડના નિર્ણય પર 3 મે સુધી રોક લગાવવામાં આવી છે. તેને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માંગતી અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી રાહુલને આપવામાં આવેલ જામીન લાગુ રહેશે.

Rahul Gandhi ને માનહાની કેસમાં હાઇકોર્ટમાંથી મળશે 'રાહત' કે પછી બરકરાર રહેશે 'આફત'
Rahul Gandhi Highcourt
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:22 PM
Share

ગુજરાત હાઇકોર્ટેમાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો ફેંસલો થવાનો છે. જેમાં તેમને  સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યા બાદ  હાઇકોર્ટેનમાં અપીલ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ ‘મોદી સરનેમ’ના નિવેદનને લગતા ફોજદારી માનહાનિના કેસમાં ગુજરાતની સુરત સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. નીચલી કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી. જો રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટ દ્વારા રાહત મળી હોત તો લોકસભામાં તેમના સસંદસભ્ય પદને ફરી યથાવત કરવાનો માર્ગ મોકળો થઈ શક્યો હોત. જો કે તેની બાદ હવે રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો ફેંસલો  મંગળવારે હાઇકોર્ટમાં થવાનો છે.

આ કેસમાં રાહુલ ગાંધીની ધરપકડના નિર્ણય પર 3 મે સુધી રોક લગાવવામાં આવી છે. તેને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માંગતી અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી રાહુલને આપવામાં આવેલ જામીન લાગુ રહેશે.

રાહત ન મળતા ચૂંટણી લડી શકશે નહીં!

હાઇકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ગાંધી પરિવારના નેતૃત્વ વિના કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે શંકા છે. આ સ્થિતિમાં કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને સામે લાવીને ચૂંટણીમાં ઉતરી શકે છે. રાહુલની ગેરલાયકાત બાદ પ્રિયંકા જે રીતે સામે આવી છે અને કેન્દ્ર સરકાર અને પીએમ પર સીધા પ્રહારો કર્યા છે, તે તેના ઈરાદા દર્શાવે છે તે એ પણ જણાવે છે કે તે તેના ભાઈ સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે. સામાન્ય રીતે પ્રિયંકા ભૂતકાળમાં આટલી આક્રમક જોવા મળી નથી.

રાહુલ સિવાય મોદી વિરુદ્ધ બીજું કોઈ બોલતું નથી

આ બધાં મૂલ્યાંકનો સિવાય રાજકારણમાં કંઈ પણ શક્ય છે. ક્યારેય શક્ય. ભલે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોય પરંતુ જિલ્લા કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટનો રસ્તો હજુ પણ ખુલ્લો છે. તેઓ ગમે ત્યાંથી રાહત મેળવી શકે છે. જોકે, તેણે પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે. અત્યાર સુધી રાહુલ ગાંધી સિવાય વિપક્ષનો કોઈ મોટો નેતા એવો નથી જે ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">