AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat High Court ના ન્યાયાધીશની ગૌહાટી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુક, જાણો ન્યાયાધીશ આર.એમ.છાયા વિશે

થોડા દિવસ પહેલાં ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt)  સિનિયર જજ તરીકે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના(Supreme Court)  જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

Gujarat High Court ના ન્યાયાધીશની ગૌહાટી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુક, જાણો ન્યાયાધીશ આર.એમ.છાયા વિશે
Justice RM Chhaya
Ronak Varma
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:26 AM
Share

ગુજરાત હાઇકોર્ટના વધુ એક સિનિયર જજની ગૌહાટી કોર્ટના (Gauhati High Court) મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ રશ્મિન મનહર મનહર ભાઈ છાયાની ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. થોડા દિવસ પહેલાં જ ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt)  સિનિયર જજ તરીકે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના(Supreme Court)  જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તે બાદ હવે વધુ એક ગુજરાત હાઈકોર્ટના જજ અન્ય કોર્ટમાં પોતાની સેવા આપશે.

ગુજરાત હાઈકોર્ટના જજ અન્ય કોર્ટમાં સેવા આપશે

ગુજરાત હાઇકોર્ટે વર્તમાન સિનિયર મોસ્ટ જજ જસ્ટિસ આર.એમ. છાયાને (RM Chhaya) ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવાની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી અને હવે તેમને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે વરણી કરવામા આવી છે.

આર.એમ.છાયા વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે જોડાયા હતા. જસ્ટિસ છાયાએ એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એલ.એ.શાહ કોલેજમાંથી  L.L.B.કર્યું હતું.બાદમાં વર્ષ 1984માં વકીલાતનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) રાજ્ય સરકાર તરફથી આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લિડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ (Advocate) રહી ચુક્યા છે.

જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટમાં નિમણુક

ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 જજની સ્ટ્રેથ સામે જજની સંખ્યા 33 થઈ હતી. જેમાંથી 1 સિનિયર જજ બી.એન કારીયા રિટાયર્ડ થયા છે. ઉપરાંત જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટમાં નિમણુંક થવાથી ગુજરાત હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થવા પામી છે.તમને જણાવી દઈએ કે, ગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ વકીલોના નામની ભલામણ કરી છે. ગુજરાત હાઇકોર્ટના જજો દ્વારા ભલામણ કરાયેલા નામને સુપ્રીમ કોર્ટના જજોએ પણ માન્ય રાખ્યા છે અને મંજૂરી માટે આ નામો રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ આગામી દિવસોમાં આ નામો પર મંજૂરીની મહોર મારે તેવી શક્યતા છે.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">