Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતે કોરોના રસીકરણમાં ગ્રામીણ વિસ્તારમાં પણ મેળવી આ સિદ્ધિ ,જાણો વિગતે

ગુજરાતના 18 હજાર ગામડાઓમાંથી 13 હજાર ગામડાઓના 100 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતે કોરોના રસીકરણમાં ગ્રામીણ વિસ્તારમાં પણ મેળવી આ સિદ્ધિ ,જાણો વિગતે
Gujarat has also achieved this feat in corona vaccination in rural areas know in detail (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 2:14 PM

ગુજરાતે(Gujarat)કોરોના વેકસીનેશન(Corona Vaccination)લઈને રાજ્યમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં રાજ્યના 18 હજાર ગામડાઓમાંથી 13 હજાર ગામડાઓના 100 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં સંપૂર્ણ રસીકરણ માટે હવે માત્ર 71 લાખ લોકોને રસી આપવાની બાકી છે. રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રસી માટે લાયક 18 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 4.91 કરોડ છે. જેમાંથી 4.22 કરોડ લોકોએ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

તેમજ જો આપણે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રસીકરણની ટકાવારીની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં 94 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 83 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા 18 વર્ષથી ઉપરની વયના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકો છે. આરોગ્ય વિભાગે સઘન કોરોના રસીકરણ ઝુંબેશ આદરીને 4.91 કરોડ પ્રથમ ડોઝ અને 1. 92 લાખ કરોડનો બીજો ડોઝ મળીને કુલ 6. 14 કરોડ ડોઝ આપ્યા છે. પ્રતિ દસ લાખ વેક્શિનેશનમાં પણ બંને ડોઝ મળીને ગુજરાતમાં 6.23 લાખ વેક્શિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.

રાજયના કુલ 18,215 ગામોમાંથી 13 હજાર કરતા વધુ ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. જેમાં 13788 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાયું છે.

સમગ્ર રાજયના જિલ્લાઓમાં કુલ મળીને 82.7 ટકા તેમજ કોર્પોરેશન વિસ્તારોમાં 93.9 ટકાને પ્રથમ ડોઝ અપાઇ ગયા છે. રાજયના કુલ 18215 ગામોમાંથી 13788 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાયું છે. કોરોના વેક્શિનેશનની આટલી વ્યાપક અને સઘન કામગીરીના ફલસ્વરૂપે ગુજરાતે દેશના મોટા રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને ઇન્ડીયા ટુ ડે નો આ એવોર્ડ મેળવ્યો છે.

ગુજરાતમાં સરકારે કોરોના વેકસીનેશન માટે અનેકવાર કેમ્પનું આયોજન કરીને સઘન કામગીરી કરી છે. જેમાં પીએમ મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં અનેક સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તેમજ લોકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ પણ વેક્સિન આપવાની સુવિધા ઉભી કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચિકનગુનિયા-વાયરલ તાવ અને ડેન્ગ્યૂના કેસોમાં ઉછાળો

આ પણ  વાંચો: રાજકોટની બેડી માર્કેટની ચૂંટણી પૂર્વે જયેશ રાદડિયાનો કથિત વિવાદિત વિડીયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">