Gujarat સરકારે ટેકાના ભાવે પાકોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી, ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીના હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા

|

Jan 22, 2022 | 4:39 PM

રાજયમાં રવિ સીઝન 2021-22માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15-2-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા.1-3-2022 થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.

Gujarat સરકારે ટેકાના ભાવે પાકોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી, ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીના હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા
Gujarat Crop Procurment On MSP

Follow us on

ગુજરાતમાં(Gujarat) રકારે ખેડૂતોના(Farmers)પાકોની ટેકાના ભાવે(MSP) ખરીદી માટેની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં રાજ્યમાં  રાજયમાં ખરીફ/રવિ સીઝન 2021-22માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15-2-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા.1-3-2022 થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ  અમદાવાદ મારફતે કરવામાં આવશે તેવી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જાહેરાત કરી છે.

ટેકાના ભાવે ખરીદીની ઓનલાઇન  નોંધણી  માટે ખેડૂતો માટે હેલ્પ લાઇન

જો કે આની સાથે રાજય સરકારે પ્રથમ વાર પાકના ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો માટે હેલ્પ લાઇન નંબરની શરૂઆત કરી છે. જેમાં રાજ્યમાં તુવેર, ચણા અને રાયડા પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા મંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે. તેમજ જો  નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો સવાર 9 થી સાંજના 6 સુધી  હેલ્પલાઇન નંબર 079- 26407609, 264076010 , 264076011, અને 264076012 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

લઘુત્તમ ટેકાના ભાવ જાહેર

જ્યારે આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી.ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ 2021-22 માં તુવેર માટે રૂ. 1260 પ્રતિ 20 કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. 1050 પ્રતિ 20 કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા 1010 પ્રતિ 20 કી.ગ્રા(મણ) લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરેલા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજયમાં ખરીફ/રવિ સીઝન 2021-22માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15-2-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા.1-3-2022 થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.

નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાશે

મંત્રીએ કહ્યું કે, લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.1-2-2022 થી તા.28-2-2022 સુધી કરવામાં આવશે. તે મુજબ તમામ ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન મહેસૂલી રેકર્ડ ગામ નમુનો 7, 12, 8 -અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

આ પણ વાંચો : Ahmedabad : અમરાઇવાડીમાં ગેસનો બાટલો લિકેજ થતા બ્લાસ્ટ, 3 ઘાયલ, એકની હાલત ગંભીર

આ પણ વાંચો : Corona: અંબાજી મંદિર હવે આગામી 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે

Published On - 4:12 pm, Sat, 22 January 22

Next Article