ગુજરાત સરકારે કોરોના મૃત્યુ સહાય માટે RTPCR અને રેપિડ ટેસ્ટ માન્ય કર્યો

ગુજરાત સરકારે આ અંગે 20 નવેમ્બરના રોજ પરિપત્રમાં સુધારો કરીને નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં હવે કોઝ ઓફ ડેથ સર્ટિ આપવામાં આવશે

ગુજરાત સરકારે કોરોના મૃત્યુ સહાય માટે RTPCR અને રેપિડ ટેસ્ટ માન્ય કર્યો
Corona Death(File Photo)

ગુજરાતમાં(Gujarat)  કોરોનાથી (Corona)  મૃત્યુ પામેલા લોકોને સહાયમાં પડતી અગવડતાને પગલે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જેના પગલે રાજય સરકારે કોરોના મૃત્યુ સહાયના (Death Benefit)  નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે કોરોનાના સહાય મેળવવા માટે દર્દીના RTPCR ટેસ્ટ, રેપિડ ટેસ્ટ અને હોસ્પિટલના કાગળો માન્ય રાખવામાં આવશે.

ગુજરાત સરકારે આ અંગે 20 નવેમ્બરના રોજ પરિપત્રમાં સુધારો કરીને નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં હવે કોઝ ઓફ ડેથ સર્ટિ આપવામાં આવશે  આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટના રિપોર્ટ અને હોસ્પિટલના દસ્તાવેજો માન્ય રાખવામાં આવશે. તેમજ તેની સાથે મૃતકના પરિવારજનોને કોવિડ ડેથ સર્ટિફિકેટના બદલે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

ગુજરાત સરકારે કોવિડથી થયેલાં મૃત્યુની સામે વળતરનો દાવો કરવા માટે અરજદારે પોતાના સગાંનું મૃત્યુ કોવિડને કારણે થયું છે તે મુજબનું પ્રમાણપત્ર ખાતરી સમિતિ પાસેથી મેળવવાનો નિયમ બનાવ્યો હતો.જોકે સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી.

ગુજરાત સરકારે નવેસરથી સુધારો કરતો ઠરાવ બહાર પાડ્યો છે. જેમાં મૃતકના વારસદારોએ માત્ર જિલ્લા કલેક્ટર હેઠળના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને જ સીધી અરજી કરવાની રહેશે.સરકારે આ પ્રક્રિયા સાથે સંકળાયેલાં તમામ વિભાગોને આ કામને પ્રાથમિકતા આપી ઝડપી નિકાલ કરવાની તાકીદ પણ કરી છે.

કોવિડ હોસ્પિટલમાં આગથી મૃત્યુ પામ્યા હોય તેમને સહાય નહીં મળે.આરોગ્ય વિભાગના આ ઠરાવ મુજબ કોરોના પોઝિટિવ સાબિત થયાના 30 દિવસની અંદર આત્મહત્યાના કિસ્સામાં સહાય મેળવવાને પાત્ર રહે છે.

સૂત્રોના જણા્વ્યા મુજબ કોવિડ હોસ્પિટલમાં આગથી મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીના વારસદારને આ હેઠળ સહાય મળશે નહીં . કારણ કે સરકારે તેમને અગાઉ સહાય આપી દીધી છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહી છે. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાતના નાગરિકોને સારવાર આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર સુપ્રીમકોર્ટના આદેશ મુજબ વળતર આપવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે. રાજ્ય સરકારે શરૂઆત થી જ હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં ખોટી વિગતો રજુ કરી રહી છે.

તેમજ કોરોનાન કારણે મૃત્યુ પામેલા પરિવારને જલ્દી સહાય માટે તે માટે હાઈકોર્ટે જીલ્લાવાર સમિતિ બનાવવાના આદેશ થી વિપરીત રાજ્ય સરકારે સ્ક્રુટીની સમિતિ બનાવી હતી.

આ પણ  વાંચો : અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણી મેટલ્સ પર આઇટીની તપાસ યથાવત, 500 કરોડના બિનહિસાબી આવકના પુરાવા મળ્યા

આ પણ  વાંચો : ગોધરામાં કથિત ધર્માંતરણના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati