Gujarat આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડાની આગાહી, ગરમીથી મળશે રાહત
ગુજરાતમાં(Gujarat) આજે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી થી 42 ડિગ્રી સુધી રહ્યો હતો. જેમાં રાજકોટમાં સૌથી વધારે ગરમી 42. 2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 38. 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41. 2 ડિગ્રી, વડોદરા 39. 6 ડિગ્રી, ભુજ 40. 2 ડિગ્રી, ભાવનગર 38. 2, ગાંધીનગર 40. 0 ડિગ્રી, રાજકોટ 42. 4 ડિગ્રી, જુનાગઢ 41. 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં(Gujarat) સતત બે દિવસથી હીટવેવનો(Heatwave) અનુભવ કરી રહેલા લોકોને આગામી પાંચ દિવસ રાહત મળશે તેવી આગાહી હવામાન(IMD) વિભાગે કરી છે.જેમાં રાજ્યમાં આજે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી થી 42 ડિગ્રી સુધી રહ્યો હતો. જેમાં રાજકોટમાં સૌથી વધારે ગરમી 42. 2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 38. 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41. 2 ડિગ્રી, વડોદરા 39. 6 ડિગ્રી, ભુજ 40. 2 ડિગ્રી, ભાવનગર 38. 2, ગાંધીનગર 40. 0 ડિગ્રી, રાજકોટ 42. 4 ડિગ્રી, જુનાગઢ 41. 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ 10 થી 15 એપ્રિલ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શકયતા નથી. તેમજ ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. તેમજ તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહે તેવી શક્યતા છે. તેમજ આગામી પાંચ દિવસ હીટવેવની કોઇ આગાહી નથી.
ઉલ્લેખનીય છે, ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સૂર્ય નારાયણ પ્રકોપ વરસાવી રહ્યાં છે. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં એપ્રિલ મહિનાની ગરમીએ પાછલા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી નોંધાઈ હતી. તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ગરમી પડી હતી . ઉત્તર ગુજરાતના ગાંધીનગર અને ડીસામાં પણ 43.8 ડિગ્રી ગરમી રેકોર્ડ થઈ. રાજકોટ, વડોદરા, કેશોદ સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો ઉંચકાતા લોકો પરેશાન થયા હતા. સૂર્યનારાયણના પ્રકોપના પગલે બપોરે મોટાભાગના માર્ગો સૂમસામ બની જાય છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગની અપીલ
મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad: લઘુ ઉદ્યોગને આગળ વધારવા રેલવેની અનોખી પહેલ ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના’
આ પણ વાંચો : Vadodara :ડભોઇ જિલ્લાના ખેડૂતો નર્મદાના સિંચાઇના પાણીથી વંચિત, ઉગ્ર આંદોલનની ચીમકી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો