ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 129

નોંધનીય છેકે આ સાથે મોડી સાંજે આવેલા અહેવાલો મુજબ, ગાંધીનગરની GNLUમાં 100 ટકા ટેસ્ટિંગ પૂર્ણ થયું છે, જેમાં 16 નવા કોરોનાના(Corona) કેસ નોંધાયા છે. 16 નવા કેસ સાથે કુલ કેસ 55 થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 129
gujarat corona new 22 case register (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:02 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસના ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 10 એપ્રિલના રોજ કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. જ્યારે સાત દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 10 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,976 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 129 છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગાંધીનગરમાં 10, અમદાવાદમાં 07, વડોદરામાં 05, કેસ નોંધાયા છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

નોંધનીય છેકે આ સાથે મોડી સાંજે આવેલા અહેવાલો મુજબ, ગાંધીનગરની GNLUમાં 100 ટકા ટેસ્ટિંગ પૂર્ણ થયું છે, જેમાં 16 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 16 નવા કેસ સાથે કુલ કેસ 55 થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ગુજરાતમાં કોરોના ના વધુ એક વેરિયન્ટ ની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 4 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવેવ્યો હતો. ગઈ કાલે આવેલ રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો :  Vadodara :ડભોઇ જિલ્લાના ખેડૂતો નર્મદાના સિંચાઇના પાણીથી વંચિત, ઉગ્ર આંદોલનની ચીમકી

આ પણ વાંચો :  સુરત : કરોડોની છેતરપિંડીના કેસમાં નાગર દંપતિની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી, જાણો કેવી રીતે કરી ઠગાઇ ?

g clip-path="url(#clip0_868_265)">