Gujarat Election: આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ‘ચૂંટણી ગેરંટી’ જાહેર કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) લઇને જુદા જુદા પક્ષના કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાત પ્રવાસે આવશે.

Gujarat Election: આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, 'ચૂંટણી ગેરંટી' જાહેર કરશે
Delhi CM Arvind Kejrival (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 11:47 AM

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) યોજાવાની છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ લોકો માટે વધુ એક આમ આદમી પાર્ટી (AAP)ની ગેરંટી જાહેર કરશે. AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલ પણ ગત સપ્તાહમાં પણ ગુજરાતમાં હતા. રાજ્યમાં પોતાની પાર્ટીની સ્થાપના કરવાની રણનીતિના ભાગરૂપે તેઓ અવારનવાર વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે. ગત શનિવાર અને રવિવારના બે દિવસીય પ્રવાસ દરમિયાન કેજરીવાલે જામનગરના બોડેલી અને છોટા ઉદેપુરની મુલાકાત લીધી હતી. રવિવારે તેમણે ગુજરાતના આદિવાસીઓ માટે ગેરંટીની જાહેરાત કરી હતી.

AAPના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ અને ગુજરાતના નેતા ઇસુદાન ગઢવીએ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે કહ્યું હતુ કે, અરવિંદ કેજરીવાલ બુધવારે ગુજરાતની મુલાકાત લેશે. તેઓ અમદાવાદમાં ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતના લોકો માટે નવી ગેરંટી જાહેર કરશે.

નવી ગેરંટીથી ગુજરાતના 2.5 કરોડ લોકોને ફાયદો થશેનો AAP એ કર્યો દાવો

નવી ગેરંટી ગુજરાતના 2.5 કરોડ લોકોના લાભ માટે હશે અને ગુરુવારે રક્ષાબંધન પહેલા તેની જાહેરાત કરવામાં આવશે, પરંતુ વધુ વિગતો જાહેર કરી ન હતી. તેમણે કહ્યું કે, અગાઉ કેજરીવાલ દ્વારા મફત વીજળીની જાહેરાતને કારણે લોકોમાં ભારે ઉત્સાહ છે. ભાજપના કાર્યકરો પણ આનાથી ઉત્સાહિત છે અને પૂછી રહ્યા છે કે ભાજપ સરકારે તેમને (ગુજરાતના લોકોને) આવી રાહત કેમ ન આપી? ઇસુજાને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આવી ગેરંટીથી ડરી ગઈ છે અને દાવો કર્યો કે તેણે આવા રાહત પગલાં સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેઓ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વેની જાહેરાતો અંગે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી અરજીનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આદિવાસીઓ માટે ગેરંટી જાહેર કરી હતી

AAPના વડા કેજરીવાલે ગયા શનિવાર અને રવિવારના બે દિવસીય પ્રવાસ દરમિયાન જામનગરના બોડેલી અને છોટા ઉદેપુરની મુલાકાત લીધી હતી. રવિવારે તેમણે ગુજરાતના આદિવાસીઓ માટે ગેરંટીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં બંધારણની પાંચમી સૂચિ અને પંચાયત ઉપાહી (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમ લાગુ કરવામાં આવશે. કેજરીવાલે બેરોજગાર યુવાનોને નોકરી ન મળે ત્યાં સુધી 3000 રૂપિયા પ્રતિ માસ ભથ્થાની ગેરંટી પણ આપી છે. તો ગત મહિને સુરતમાં કરાયેલી જાહેરાતમાં કેજરીવાલે કહ્યું હતું કે, જો તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવે છે, તો તે લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">