GUJARAT : રાજ્યમાં કોરોનાના 45 કેસ, કામોસમી વરસાદ, 112 હેલ્પલાઇન, દુષ્કર્મીને માત્ર 14 દિવસમાં સજા, જાણો તમામ સમાચાર

Gujarat Corona Update : કોરોના રસીકરણ અભિયાનમાં આજે 1 ડિસેમ્બરે રાજ્યમાં કુલ 4,26,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

GUJARAT : રાજ્યમાં કોરોનાના 45 કેસ,  કામોસમી વરસાદ, 112 હેલ્પલાઇન, દુષ્કર્મીને માત્ર 14 દિવસમાં સજા,  જાણો તમામ સમાચાર
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 9:05 PM

AHMEDABAD : રાજ્યમાં આજે 1 ડિસેમ્બરે કોરોના વાયરસના નાવ 40 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા8,27, 519 (8 લાખ 27 હજાર 519) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે આણંદ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,093 થયો છે.

રાજ્યમાં આજે 1 ડિસેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 26 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,134( 8 લાખ 17 હજાર 134) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા 293 થઇ છે તેમજ રીકવરી રેટ 98.74 ટકા છે.

રસીકરણની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનમાં આજે 1 ડિસેમ્બરે રાજ્યમાં કુલ 4,26,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,82,622 (8 કરોડ 14 લાખ 82 હજાર 622) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.GANDHINAGAR : CM ભુપેન્દ્ર પટેલે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદની પાંચ ડ્રાફટ ટી.પી. સ્કીમ, ભાવનગર-રાજકોટ પ્રત્યેકની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને પાટણની એક પ્રિલિમિનરી સ્કીમને મંજૂરી આપી.ચાર શહેરોની કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે.

2.રાજ્ય સરકાર હવે દર મહિનાના પ્રથમ બુધવારે કરશે ‘વિકાસ ફ્લેગશીપ પ્રોજેકટ’ની સમીક્ષા બેઠક, CMએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

ઉલ્લેખનીય છે કે કોરોનામાં આર્થિક વિપરીત સ્થિતીનો સામનો કરી રહેલા નાના સ્ટ્રીટવેન્ડર્સ, ફેરિયાઓ-લારી ગલ્લા ધારકોને ફરી બેઠા કરવાની પી.એમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે.

3.માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા

આરોપીની ધરપકડના માત્ર આઠ જ દિવસમાં પોલીસે કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી.આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર POCSO કોર્ટમાં સુનવણી શરૂ કરવામાં આવી હતી.કોર્ટે પણ આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માનીને રોજેરોજ સુનાવણી હાથધરી હતી.

4.Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે

Vibrant Gujarat Global Summit 2022 : આગામી રોડ-શો અંગે અંજુ શર્માએ કહ્યું હતું કે અમે જાપાન અને દક્ષિણ કોરિયાના વેપાર અને બિઝનેસ પ્રતિનિધિઓને VGGS 2022માં આવકારવા આતુર છીએ. અમે ગ્રીન મોબિલિટી, સ્વચ્છ ઊર્જા, કૃષિ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે તકો દર્શાવીશું.

5.માર્કેટ યાર્ડ પર માવઠાની અસર: જાણો રાજ્યના કયા કયા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ

Market Yard: માર્કેટ યાર્ડ પર માવઠાની અસર જોવા મળી રહી છે. પાક બગડી ના જાય એ માટે રાજ્યના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

6.Tv9 exclusive : રાજ્યમાં ટુંક સમયમાં શરૂ થશે 112ની સેવા, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની મોટી જાહેરાત

રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર છે. હવે ઇમરજન્સી સેવાઓ માટે અલગ અલગ નંબર પર ફોન કરવામાંથી નાગરિકોને છૂટકારો મળશે. જી હા, ટીવી9ના મંચ પરથી ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે.

7.માવઠાએ માઝા મૂકી: રાજ્યના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, ખેડૂતો માટે જાહેર કરાઈ આ માર્ગદર્શિકા

Gujarat Weather: રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ પડ્યો છે. સવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી અસર જોવા મળી હતી.

8.VADODARA :આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ત્રણ શખ્સોની ધરપકડ

PCBની ટીમે દરોડા પાડી સાંકરદામાંથી આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.PCBની ટીમે ફેકટરીમાં હાજર ત્રણ શખ્સો સાથે લાખો રૂપિયાની દવા, રો માટિરીયલ અને પેકેજીંગ મશીનો જપ્ત કર્યા છે.

9.વડોદરા યુવતી રેપ અને આપઘાત કેસ હજુ પણ વણઉકલ્યો, પીડિતાના માતાએ સંસ્થા પર લગાવ્યા આરોપ

પીડિતા યુવતીના માતા પિતા અને ભાઈ સહિતના પરિવારના સભ્યોએ આજે રેલ્વે પોલીસ ભવન કેસની તપાસ કરી રહેલા અધિકારી સાથે મુલાકાત કરી છે.તેમજ તેમણે પુત્રીનો કેસ ઝડપથી ઉકેલવા માટે પણ માંગ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">