માર્કેટ યાર્ડ પર માવઠાની અસર: જાણો રાજ્યના કયા કયા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ

Market Yard: માર્કેટ યાર્ડ પર માવઠાની અસર જોવા મળી રહી છે. પાક બગડી ના જાય એ માટે રાજ્યના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

માર્કેટ યાર્ડ પર માવઠાની અસર: જાણો રાજ્યના કયા કયા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ
APMC (File Image)

Market Yard: રાજ્યમાં માવઠાની (Unseasonal Rain) આગાહીને લઈને માર્કેટ યાર્ડમાં (Gujarat Market Yard) તેની અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક માર્કેટ યાર્ડ આજે બંધ રાખવામાં આવ્યા છે. વિજાપુર માર્કેટ યાર્ડ માવઠાના કારણે બંધ કરવામાં આવ્યું. આ માર્કેટમાં 2 દિવસ હરાજીનું કામકાજ બંધ રહેશે. તો કડીનું માર્કેટ યાર્ડ પણ 2 દિવસ સુધી કામકાજ રોકશે. એટલે કે કામકાજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કાલાવડ માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ

જણાવી દઈએ કે વહેલી સવારથી કડી તાલુકાના કેટલાક ગામમાં વરસાદ શરુ થઇ ગયો હતો. તો ખેડૂતોનો યાર્ડમાં પડેલો પાક ન બગાડે તે માટે માર્કેટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં પણ આજથી કાલાવડ માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે. કમોસમી વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો છે.

ત્યારે ખેડૂતોએ જણસી વેચવા ન આવવા યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજાએ અપીલ કરી છે. ચેરમેને ખેડૂતોને ખાસ મગફળી લઈને ન આવવા જણાવ્યું છે. તો આજથી યાર્ડમાં જણસીની ઉતરાઈ કે હરાજી નહી થાય. આગામી સૂચના બાદ APMC શરૂ કરવામાં આવશે

જૂનાગઢ, બાબરા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ

હવામાન વિભાગની આગાહીના પગલે મોટાભાગના માર્કેટ યાર્ડમાં અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડ હોય કે પછી બાબરા માર્કેટ યાર્ડ કે પછી સાવરકુંડલા યાર્ડ. તમામ માર્કેટ યાર્ડમાં મગફળી, સોયાબીન સહિતના પાકની હરાજી હાલ બંધ કરી દેવામાં આવી છે. તેમજ ખેડૂતોએ મગફળી ઢાંકવા તાડપત્રી કે પ્લાસ્ટિક સાથે રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આગામી સૂચના સુધી પોતાના પાકને માર્કેટ યાર્ડ ન લાવવા અપીલ કરવામાં આવી છે.

ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડ

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીને લઈને ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક બંધ કરવામાં આવી છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ અને મગફળીની આવકને લઈને સેડ પર હવે જણસ રાખવાની જગ્યા ન હોવાને કારણે નવી આવક બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhakti: શા માટે દ્વારિકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા ? જાણો, મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો

આ પણ વાંચો: Google Privacy : તમારી બધી ચાલ પર નજર રાખે છે Google, રોકવા માંગતા હોવ તો કરો આટલું

  • Follow us on Facebook

Published On - 9:59 am, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati