Gujarat માં ઇ-મેમોની રકમ નહિ ભરો તો એફઆઇઆર દાખલ થશે , ઇ -ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે

|

Jun 16, 2022 | 7:41 PM

ગુજરાતમાં (Gujarat) ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ મેમોની(E-Memo)સાથે સીધી એફઆઈઆર પણ થશે દાખલ થશે. ઈ મેમોનો દંડની રકમ નહીં ભરાય તો કાયદાકીય કાર્યવાહી થશે.

Gujarat માં ઇ-મેમોની રકમ નહિ ભરો તો એફઆઇઆર દાખલ થશે , ઇ -ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે
Ahmedabad Traffic Police Control Room
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં (Gujarat) ટ્રાફિકના નિયમોની (Traffic Rule) અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઈ- ટ્રાફિક કોર્ટ થશે શરૂ થશે. જેમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ મેમોની(E-Memo)સાથે સીધી એફઆઈઆર પણ થશે દાખલ થશે. ઈ મેમોનો દંડની રકમ નહીં ભરાય તો કાયદાકીય કાર્યવાહી થશે. ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt) મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ આવેલ જાહેર હિતની અરજી બાબતે ઈ ટ્રાફિક કોર્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે તેવા ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઈ મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારના વકીલ વિશાલ દવે દ્વારા રજુઆત કરાઈ છે કે કેટલાંક કિસ્સાઓમાં ઈશ્યુ થયેલ ઈ મેમો વાહનના માલિકના નોંધાયેલા સરનામે સમયસર પહોંચતા નથી અને મહિનાઓ બાદ ઈ મેમો પોસ્ટમાં આવે છે.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી થતી નથી

ઈ-મેમોના દંડની રકમ ભરપાઇ ન થાય તેવા સંજોગોમાં ટ્રાફિક પોલીસે કોર્ટમાં પ્રોસીક્યુશન સમયસર દાખલ કરવાનું હોય છે. પરંતુ તેમાં પણ  ઉણપ રહી જાય છે. મોટર વેહિકલ એકટ પ્રમાણે નિયમ પ્રમાણે ટ્રાફિકના ઈ-મેમો છ મહિનાથી વધુ સમય અવધિના હોય છે, તેવા ઈ-મેમો પર કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. આ સ્થિતિમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી થતી નથી બીજી બાજુ સરકાર ને મળવાપાત્ર દંડની રકમની પણ વસૂલાત થઈ શકતી નથી. અરજદાર દ્વારા એ પણ રજૂઆત કરી શકે માહિતી અધિકાર નિયમ દ્વારા થકી વડોદરા, સુરત રાજકોટમાં દંડની રકમ અંગેની માહિતી મેળવવામાં આવી. જેમાં 120 કરોડના દંડની રકમ હજુ ભરાઈ નથી.

આ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને જસ્ટિસ અશુઓષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્યમાં ટ્રાફિક કોર્ટ કાલે સંકેત આપતા ઉલ્લેખ કર્યો કે, દંડની રકમ કાર્ડથી ભરવા પરના બેન્કિંગ ચાર્જનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે. જાહેર હિતની અરજી બાબતે કોર્ટે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે 1 જુલાઈ ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઉલ્લેખનીય છે કે, હાલમાં વેકેશન પૂર્ણ થતાં  સગીરો ટુ-વ્હીલર વાહનો લઈને શાળાએ જતા થયા છે. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે   બુધવારથી  જ ટ્રાફિક  અલગ-અલગ સ્કૂલ અને કોલેજ પાસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી તેમજ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

Published On - 7:40 pm, Thu, 16 June 22

Next Article