Gandhinagar: પાટીદાર સમાજના અભિવાદન કાર્યક્રમમાં CM અને ભાજપના મોટા નેતાઓની હાજરી
ગાંધીનગર ખાતે તાજેતરમાં જ પાટીદાર સમાજ દ્વારા અભિવાદન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય નેતાઓ જોવા મળ્યા.
મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ઘણા મંદિરમાં આશીર્વાદ લીધા હતા. તેમજ ઘણા મોટા નેતાઓને પણ મળ્યા હતા. CM બન્યા બાદ તેઓએ તાજેતરમાં પાટીદાર સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો.
ગાંધીનગર ખાતે તાજેતરમાં જ પાટીદાર સમાજ દ્વારા અભિવાદન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા. CM ભૂપેન્દ્ર પટેલે આ અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ શેર કરી છે, અને તેમાં લખ્યું છે કે ‘સમાજની સૌ જનતાનો અપાર સ્નેહ અને લાગણી પ્રગટ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું.’
આ કાર્યકરમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ,પૂર્વ મંત્રી, ધારાસભ્યો,પાટીદાર સમાજના રાજકીય, સામાજીક અને ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
એક તરફ ગાંધીનગર મનપાની ચૂંટણી પણ માથે છે. તેમજ મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની પાટીદાર આગેવાનો સાથે બેઠકો પણ તેજ બની છે. આવામાં ગાંધીનગર ખાતે યોજાયેલો આ કાર્યક્રમ માનપાની ચૂંટણીમાં કેટલો અસર કરે છે એટલો સમું જ બતાવશે. જોવું રહ્યું કે આ બેઠકો અને ભૂપેન્દ્ર પટેલનું નામ ભાજપને પાટીદાર મતોને લઈને કેટલું ફળે છે.
જાહેર છે કે પાટીદાર નેતાને ફરી ભાજપે કમાન સોંપી છે. ત્યારે મિશન 2022 માટે ફરી એકવાર પાટીદાર પર મદાર રાખવામાં આવ્યો છે. કડવા પાટીદાર સમાજનાં છે ભૂપેન્દ્ર પટેલ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી છે ધારાસભ્ય. AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ આનંદીબહેન પટેલના માનીતા છે. ભૂપેન્દ્ર પટેલ. 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ઘાટલોડિયામાં સૌથી વધુ લીડ સાથે તેમણે જીત મેળવી હતી. અને હવે CM પદ પર બિરાજમાન છે. ત્યારે જોવું એ રહ્યું કે પાટીદાર સમાજના મતોને જાળવી રાખવામાં ભાજપનું આ પગલું કેટલું સફળ રહે છે.
આ પણ વાંચો: AMC એક્શનમાં: સપ્ટેમ્બર મહિનામાં રખડતા ઢોર મામલે 80 FIR, 202 નોટિસ અને આટલા લાખનો દંડ, જાણો
આ પણ વાંચો: Ahmedabad: કેવી રીતે થયો સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓનો ડેટા લીક? 200 વિદ્યાર્થીઓને ABVP નો મેસેજ આવતા વિવાદ