Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવતીકાલથી 10 હજાર તબીબો જશે હડતાળ પર, રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઇમરજન્સી સહિતની સેવાઓ ખોરવાશે

હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે.16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે.

આવતીકાલથી 10 હજાર તબીબો જશે હડતાળ પર, રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઇમરજન્સી સહિતની સેવાઓ ખોરવાશે
Doctors will go on strike from tomorrow (Symbolic Image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 03, 2022 | 2:27 PM

ગુજરાતના સરકારી  હોસ્પિટલના (Government Hospitals) તબીબો આવતીકાલથી હડતાળ (Strike) પર ઉતરશે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતરવાના છે. આવતીકાલે રાજ્યના 10 હજાર તબીબો હડતાળ પર જાય તેવી શકયતા છે. હડતાળને કારણે ઓપીડી અને ઈમરજન્સી (Emergency) સેવાઓ ખોરવાશે. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર ઉગામ્યુ છે.

આવતીકાલે રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ડોક્ટર્સની હડતાળના પગલે ખોરવાઈ જશે. અલગ-અલગ માગણીઓને લઈને આવતીકાલે તબીબો હડતાળ પર ઉતરવાના છે. ગુજરાત સરકાર ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. લગભગ 10 હજાર જેટલા તબીબો આ હડતાળમાં જોડાવાના છે. જેના કારણે સરકારી હોસ્પિટલ્સમાં તમામ પ્રકારની સર્જરીઓ પણ અટકી જશે. જેને કારણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે.

કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ

હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.

જીએમટીએ દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યુ કે આવતીકાલથી પાંચ કેડર પાંચ એસોસિએશન હડતાળ પર જશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , GMERS ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ESIS ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર પણ કાલથી અચોકક્સ મુદતની હડતાળ પર ઉતરશે. તેમણે જણાવ્યુ કે 10 હજાર ડૉકટર, છ સરકારી મેડિકલ કોલેજના ડૉકટર્સથી લઈ પીએચસીના ડૉકટર્સ હડતાળમાં જોડાશે.

આ પણ વાંચો-

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

આ પણ વાંચો-

Dahod: PM મોદીની કાર્યક્રમ પહેલા સુરક્ષા સઘન કરાઇ, RAFની ટીમે કેટલાક ગામોમાં ફ્લેગ માર્ચ કર્યુ

g clip-path="url(#clip0_868_265)">