બેંકમાં રાખેલી FD પણ સુરક્ષીત નથી? અધિકારીઓએ કરોડોની છેતરપિંડી આચરી
અમદાવાદમાં બનેલા એક છેતરપિંડીનાં કિસ્સાને કારણે બેંકમાં રહેલી FD નાં રૂપિયાની સુરક્ષા સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. બેંકમાં કરેલી FD ના નાણા બેંક અધિકારીઓ જ ઉચાપત કરી ગયા હોવાની ફરિયાદ નોંધતા પોલીસે બેન્કના બે અધિકારીઓની ધરપકડ કરી છે.
આમ તો લોકો પોતાના નાણાં સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવતા હોય છે અથવા તો લાંબા સમય માટે નાણાંને રાખવા માટે FD કરાવતા હોય છે. પરંતુ અમદાવાદમાં બનેલા એક છેતરપિંડીનાં કિસ્સાને કારણે બેંકમાં રહેલી FD નાં રૂપિયાની સુરક્ષા સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. બેંકમાં કરેલી FD ના નાણા બેંક અધિકારીઓ જ ઉચાપત કરી ગયા હોવાની ફરિયાદ નોંધતા પોલીસે બેન્કના બે અધિકારીઓની ધરપકડ કરી છે.
અમદાવાદની સરસપુર નાગરિક કો ઓપરેટીવ બેન્ક ની ગોતા બ્રાન્ચના બેન્ક મેનેજર અને બેન્ક ઓફિસરની અમદાવાદ EOW વિભાગ પોલીસે ધરપકડ કરી છે. પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે બેંકના મેનેજર નમ્રતાબેન પટેલ તેમજ બેન્ક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે.
જાણ બહાર FD પર ઓડી મેળવી લીધી
પોલીસની તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું છે કે સરસપુર નાગરિક કો ઓપરેટીવ બેન્કની ગોતા બ્રાન્ચ લના અધિકારી વિરલ બ્રહ્મભટ્ટ દ્વારા તેના પિતા ભરત બારોટ અને પત્ની અપેક્ષા બ્રહ્મભટ્ટ ના નામની FD પર ઓડી ગોતા બ્રાન્ચમાં ખોલાવી હતી. જેમાં સૌપ્રથમ તેમની FD ની રસીદ સામે બેંક દ્વારા ઓવર ડ્રાફ્ટ ની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ અન્ય લોકોની FD ઓ તેમની જાણ બહાર બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા.
બેંક દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં મેનેજર અને ઓફિસર બંને ની સંયુક્ત કામગીરી દ્વારા જ લોકોની FD પર ઓડી ની પ્રક્રિયા થતી હોય છે. જેને લઈને ઓફિસર દ્વારા એફડી પર ઓડી ની પ્રક્રિયા કર્યા બાદ મેનેજર નમ્રતા પટેલ દ્વારા ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટને FD કરવા તેમણે બેંક તરફથી આપવામાં આવતા યુઝર આઇડી અને મોબાઇલમાં આવતા ઓટીપી આપ્યા હતા.
10 સાથે છેતરપિંડીનું ખૂલ્યુ
બંનેએ સાથે મળી FD ની ઓડી ખાતામાં લિમિટ વધારવા કરવામાં આવતી પ્રક્રિયા કરી ત્રણ કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બેંક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટ અને બેંક મેનેજર નમ્રતા પટેલની ધરપકડ કરી છે. બંને અધિકારીઓએ 10 જેટલા લોકોની FD પરથી રૂપિયા મેળવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર છેતરપિંડીની ઘટનાના માસ્ટર માઈન્ડ વિરલ બ્રહ્મભટ્ટની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા તેને મોજશોખ કરવા તેમજ જુગાર રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેણે બેન્કના મેનેજર નમ્રતા પટેલને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી બેંકના ઓટીપી તેમજ યુઝર આઇડી મેળવી લીધા હતા. નમ્રતા પટેલે પણ રૂપિયાની લાલચે વિરલ સાથે મળીને વર્ષ 2022 થી 24 દરમ્યાન અલગ અલગ ખાતાઓ માંથી ત્રણ કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી છે. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસ કરી રહી છે કે, આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ બેંકના અધિકારી કે કર્મચારીઓ સામેલ છે કે કેમ અથવાતો વધુ અન્ય કોઈ ખાતાધારક ભોગ બન્યા છે કે કેમ.
આ પણ વાંચો: આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ