Ahmedabad આવનારી ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી, ખરાબ વિઝિબિલિટીથી વિલંબ થતા મુસાફરો પરેશાન

Ahmedabad Flight: વાતાવરણની સ્થિતીને લઈ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થનારી કેટલીક ફ્લાઈટને રવિવારે ઉતરવાની મંજૂરી અપાઈ નહોતી, જેને લઈ કેટલીક ફ્લાઈટ સુરત અને મુંબઈ એરપોર્ટ તરફ ડાઈવર્ટ કરવી પડી હતી.

Ahmedabad આવનારી ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી, ખરાબ વિઝિબિલિટીથી વિલંબ થતા મુસાફરો પરેશાન
Ahmedabad આવતી ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 8:11 AM

અમદાવાદ એરપોર્ટ પર રવિવારે ઉતરનારા કેટલાક મુસાફરો ખરાબ વાતાવરણને લઈ પરેશાન થવા મજબૂર બન્યા હતા. રવિવારે રાજ્યમાં વહેલી સવારે વાતાવરણ ખરાબ બન્યુ હતુ. ભારે પવન ફૂંકાવા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખરાબ હવામાનની સ્થિતીને લઈ અમદાવાદ એરપોર્ટ આવતી કેટલીક ફ્લાઈટ્સને સુરત અને મુંબઈ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. નબળી વિઝિબિલિટીને લઈ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવી મુશ્કેલ જણાતા ફ્લાઈટ ડાવયવર્ટ કરવી પડી હતી. જ્યારે અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ મોડી થઈ હતી.

રવિવારે અમદાવાદ આવતા હવાઈ પ્રવાસીઓને માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો વળી કેટલાક મુસાફરોને જવા માટે પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એકા એક જ ખરાબ હવામાન થતા પ્રવાસીઓને સમસ્યા સર્જાઈ હતી.

2 વિદેશ અને 3 ડોમેસ્ટીક ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ખૂબ જ ઝડપી પવનની ગતિને લઈ અનેક સ્થળે વિજ પોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. આવી સ્થિતી વચ્ચે અમદાવાદ થી આવન-જાવન કરતા હવાઈ યાત્રા કરનારા મુસાફરોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ મોડા પહોંચી શકી હતી, તો કેટલીક ફ્લાઈટ્સને ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવી રહેલી 2 ફ્લાઈટ અને ઘરેલુ 3 ફ્લાઈટ મળીને 5 ફ્લાઈટને અમદાવાદ ને બદલે અન્ય એરપોર્ટ તરફ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. જેમાં 3 ફ્લાઈટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે 2 ફ્લાઈટને મુંબઈ ડાઈવર્ટ કરવામાં આવી હતી. આ પહેલા કેટલીક ફ્લાઈટી અમદાવાદના આકાશામાં ચક્કર લગાવવા પડ્યા હતા અને બાદમાં ડાઈવર્ટ કરવી પડી હતી.

15 ફ્લાઈટ મોડી પડી

આ દરમિયાન કેટલીક ફ્લાઈટ મોડી થઈ હતી. ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઈટ્સ મોડી રવાના કરવામાં આવી હતી. જેમાં એક ફ્લાઈટ્સ દુબઈની હતી, જે લગભગ અઢી કલાક સમય કરતા મોડી ટેકઓફ થઈ શકી હતી. આવી જ રીતે, જમ્મુ, જોધપુર, લખનૌ અને મુંબઈ સહિતની કેટલીક ફ્લાઈટ પણ 2 થી 5 કલાક સુધી મોડી ટેકઓફ થઈ શકી હતી. રન-વે પર વિઝિબિલિટી ઘટી જવાને લઈ આ સમસ્યા સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ Gujarat Video: પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોનુ ઘોડાપુર, 1 લાખ કરતા વધારે દર્શનાર્થીઓ પહોંચ્યા

અમદાવાદ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">