Fit India fit police: ડોક્ટરોએ આપ્યું પોલીસ જવાનોને ચુસ્ત અને દુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા (Fit India fit police ) મૂવમેન્ટને સપોર્ટ કરતા અપોલો હોસ્પિટલના તબીબો દ્વારા કરાઇ પોલીસ એકેડેમીમાં (karai academy) પોલીસ જવાનોના હેલ્થ ચેક-અપ માટે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ધાટનમાં ગુજરાત પોલીસના ડીજીપી અને આઇજી, આઇપીએસ આશિષ ભાટિયાએ કર્યું હતું.

Fit India fit police: ડોક્ટરોએ આપ્યું પોલીસ જવાનોને ચુસ્ત અને દુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન
Fit India fit police: Doctors guide policemen to stay fit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 11:54 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા  (Fit India fit police ) મૂવમેન્ટને સપોર્ટ કરતા  અપોલો હોસ્પિટલના તબીબો દ્વારા કરાઇ પોલીસ એકેડેમીમાં (karai academy) પોલીસ જવાનોના હેલ્થ ચેક-અપ માટે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ધાટનમાં ગુજરાત પોલીસના ડીજીપી અને આઇજી, આઇપીએસ આશિષ ભાટિયાએ કર્યું હતું. ચેકઅપ કેમ્પમાં આઇપીએસ, ડીજીપી વિકાસ સહાય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી પ્રોત્સાહિત થઇને અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા રાજ્યમાં કરાઇ ખાતે ગુજરાત પોલીસ એકેડમીમાં પોલીસ ફોર્સ માટે સેમિનાર કમ હેલ્થ ચેક-અપ કેમ્પ – ફિટ ઇન્ડિયા ફિટ પોલીસને સપોર્ટ કરવા માટે ફાઉન્ડેશન ફોર સોશિયલ અવેકનિંગ અંતર્ગત અપોલો હોસ્પિટલ દ્વારા 375 પોલીસ કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું

આ ચેકઅપ કેમ્પમાં પોલીસ જવાનોના બ્લડ શુગર, બ્લડ પ્રેશર અને ઇસીજી તપાસ સહિત ઓર્થોપેડિક અને જનરલ ફિઝિશિયન સાથે પરામર્શનું આયોજન કરાયું હતું. કેમ્પમાં મહિલા પોલીસ કર્મચારીઓ માટે ગાયનેકોલોજીસ્ટ સાથે પણ પરામર્શની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી.

આ પણ વાંચો

appolo hospital health Check up

Appolo hospital health Check up for policemen

કાર્યક્રમમાં વરિષ્ઠ પોલીસ વડા અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ચેકઅપ કેમ્પમાં આઇપીએસ, એડીજીપી આરબી બ્રમ્હભટ્ટ, આઇપીએસ, ડીઆઇજી પ્રિન્સિપલ, ગુજરાત પોલીસ એકેડમી, કરાઇના એનએન ચૌધરી તો મુથૂટ ગ્રૂપના અભિનવ ઐયર, (સિનિયર જનરલ મેનેજર, માર્કેટિંગ એન્ડ સ્ટ્રેટેજી મુથૂટ ગ્રૂપ) પણ ઉપસ્થિત રહ્યા હતા. તો હોસ્પિટલના સીઓઓ નીરજ લાલ, સહિત હોસ્પિટલના ડોક્ટર પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.નિષ્ણાત ડોક્ટરોએ પોલીસ જવાનો તેમજ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે ફિટનેસનું સ્તર કેવી રીતે વધારવું. આ પહેલ અંગે વાત કરતાં અપોલો હોસ્પિટલ્સના સીઓઓ નીરજ લાલે કહ્યું હતું કે, “અપોલો હોસ્પિટલ્સ દેશના સ્વસ્થ રાખવા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે. આપણા પોલીસ કર્મચારીઓ પડકારજનક સ્થિતિમાં કામ કરે છે, જેનાથી તેમના આરોગ્યને અસર થાય છે. આ પહેલ દ્વારા અમે પોલીસ ફોર્સને સ્વસ્થ અને ફિટ રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">