આગામી પાંચ દિવસ ઉતર ગુજરાત માટે ‘ભારે’, જાણો તમારા શહેરમાં કેવો રહેશે મેઘરાજાનો મિજાજ
હવામાન વિભાગે (IMD) આગામી 5 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Weather Update : ગયા અઠવાડિયામાં ભારે વરસાદ (Heavy rains) અને થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે ફરી એકવાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. તેવામાં હવામાન વિભાગે (IMD) આગામી 5 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગયા અઠવાડિયામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ઉત્તર ગુજરાતમાં (north gujarat) પ્રમાણમાં ઓછો વરસાદ હતો પણ આ વખતે ઉત્તર ગુજરાતમાં (gujarat) વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠામાં (Banaskantha) અતિ ભારે વરસાદની આગાહીને પગલે મામલતદાર દ્રારા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
જો વિગતે હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ 40 ટકા જેટલા વરસાદની સંભાવના છે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ 50 ટકા વરસાદ પડવાની પુરી શક્યતા(Rain Forecast) છે.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33રહેશે. તેમજ વરસાદની સંભાવના 40 ટકા જેટલી છે.
જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન મોટાભાગે 82 ટકા વાદળછાયુ વાતાવરણ રહેશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ વરસશે.
આ શહેરોમાં મેઘરાજાની પધરામણી થશે
ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ 50 ટકા વરસાદ થવાની પણ સંભાવના છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં 60 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે.
દાહોદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દાહોદવાસીઓને બફારાથી રાહત મળશે,કારણ કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ આગાહીને પગલે 90 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.ઉપરાંત હવામાન વિભાગ દ્વારા 40 ટકા વરસાદ થવાની કોઈ આગાહી કરવામાં આવી છે.જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન 40 ટકા વરસાદની શક્યતા નથી.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ 60 ટકા જેટલી વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા
જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની 40 ટકા સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ 80 ટકા જેટલી વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈપણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.
તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ 78 ટકા જેટલુ વરસાદી વાતાવરણ રહેશે, સાથે જ 40 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તો દિવસ દરમિયાન 50 ટકા વરસાદ થવાની શક્યતા છે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana) 40 ટકા વરસાદની સંભાવના છે.શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતવરણનો અનુભવ કરશે.
વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે
જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 જોવા મળશે,ઉપરાંત વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.ઉપરાંત પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે, તો દિવસ દરમિયાન 70 ટકા વરસાદ થવાની સંભાવના છે.તો પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શકયતા છે.તેમજ સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.આજે શહેરમાં હળવાથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે.
જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં (surat) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.તો સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ ભારે વરસાદ થવાની શક્યતા છે.