ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ બ્લાસ્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના ચુકાદાને ડીજીપી આશિષ ભાટીયાએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે લેન્ડમાર્ક ચુકાદો આપતા વર્ષોની મહેનતનું પરિણામ મળ્યું છે. જેમાં વકીલો અને પોલીસની ટીમ અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું અમદાવાદમાં 20 ગુના અને સુરતમાં 15 ગુના દાખલ થયા હતા, જેમાં કુલ 35 ગુનામાં 547 ચાર્જશીટ કરવામાં આવી હતી
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના(Ahmedabad Serial Blast) ચુકાદાને ડીજીપી આશિષ ભાટીયાએ(Ashish Bhatia) આવકાર્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે લેન્ડમાર્ક ચુકાદો(Landmark Verdict) આપતા વર્ષોની મહેનતનું પરિણામ મળ્યું છે. જેમાં વકીલો અને પોલીસની ટીમ અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું અમદાવાદમાં 20 ગુના અને સુરતમાં 15 ગુના દાખલ થયા હતા, જેમાં કુલ 35 ગુનામાં 547 ચાર્જશીટ કરવામાં આવી હતી . આ ખૂબ વિશાળ કેસ હતો. જેનો આજે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.આ ઉપરાંત અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને ફાંસીની સજા આપવાના ચુકાદાને આવકાર મળી રહ્યો છે.ત્યારે ગાંધીનગરના SP મયુર ચાવડાએ પણ ચુકાદાના આવકાર્યો અને કહ્યું કે ખરેખરે ભોગ બનનાર પરિવારજનોને આજે ન્યાય મળ્યો છે.
38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ માં આજે દોષિતોને સજાની જાહેર કરવામાં આવી છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ કુલ 49 દોષિત પૈકી 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. તો સાથે જ કોર્ટે તમામ આરોપીને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. 38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે. તો સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રુપિયા આપવા આદેશ કરાયો છે. સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે 9 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટે કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Surat : પોલીસ કર્મીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, વિના મૂલ્યે સારવાર પણ કરાશે
આ પણ વાંચો : Anand : મહેસુલી મેળામાં મંત્રીએ 50 ટકાથી વધુ પ્રશ્નોનું નિરાકરણ કર્યું, કહ્યું સરકાર પારદર્શિતા માટે પ્રતિબદ્ધ