અમદાવાદ ઝોનમાં બનશે પ્રથમ ફોર લેન રેલવે ટ્રેક, કેન્દ્ર સરકારે સામખિયાળી-ગાંધીધામ ફોરલેન રેલવે ટ્રેકને આપી મંજૂરી
કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે 32,500 કરોડ રુપિયામાં તૈયાર થશે. હાલની લાઈન ક્ષમતા વધારવા, ટ્રેનના સંચાલનને સરળ બનાવવા, ભીડ ઘટાડવા અને મુસાફરી અને પરિવહનની સરળતા અને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Ahmedabad : કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા દેશના સાત ટ્રેક ડબલિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સામખિયાળીથી ગાંધીધામના ટ્રેકનો પણ સમાવેશ થાય છે. આગામી સમયે 1571 કરોડના ખર્ચે 55 કિલોમીટરનો ચાર માર્ગીય રેલવે ટ્રેક તૈયાર કરાશે. જે ગુજરાતમાં અમદાવાદ ઝોનનો પ્રથમ ચાર માર્ગીય રેલવે ટ્રેક હશે.
32,500 કરોડ રુપિયામાં તૈયાર થશે ટ્રેક
કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે 32,500 કરોડ રુપિયામાં તૈયાર થશે. હાલની લાઈન ક્ષમતા વધારવા, ટ્રેનના સંચાલનને સરળ બનાવવા, ભીડ ઘટાડવા અને મુસાફરી અને પરિવહનની સરળતા અને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કચ્છના બંદરોને જોડતી સામખીયાળી થી ગાંધીધામ સુધીનો રેલવે ટ્રેક ચાર માર્ગીય બનાવવામાં આવશે.
જરૂર પડે જમીન અધિગ્રહક કરાશે
55 કિલોમીટરમાં 112 કિમિ નવી રેલવે લાઇન નાખવામાં આવશે.જેમાં 1571 કરોડનો થનાર ખર્ચ કેન્દ્ર સરકાર ચૂકવશે અત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ક્યાંય પણ 4 માર્ગીય રેલવે ટ્રેક નથી. સામખયાળીથી ગાંધીધામનો રૂટ તૈયાર થતા તે પ્રથમ ચાર માર્ગીય ટ્રેક બનશે. જેના માટે જરૂર પડે જમીન અધિગ્રહક પણ કરવામાં આવશે.
ચાર માર્ગીય ટ્રેકથી કચ્છના બંદરોને મોટો ફાયદો થશે
અત્યારે હાલની સ્થિતિએ ભૂજ સુધી રેલવે લાઈન છે એ સિવાયની રેલવે લાઇન સિંગલ-ડબલ પટ્ટી જોવા મળે છે. કચ્છના દરિયાઈ પટ્ટીમાં બંદરો અને મોટા ઉદ્યોગ ગ્રહો આવેલા છે, ત્યારે માલગાડીઓ મોટા પ્રમાણમાં પસાર થાય છે. જેમાં એક લાઇન વિરમગામ-અમદાવાદ તરફની અને એક લાઇન જયપુર-દિલ્લી તરફની છે.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વધશે
પેસેન્જર ટ્રેન સાથે માલગાડીઓ પણ મોટા પ્રમાણમાં આ રૂટ પરથી પસાર થઈ રહી હોવાથી ચાર માર્ગીય ટ્રેક માટે રેલવવા વિભાગમાં માગણી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે નિર્ણય લેવાતા પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગના ડીઆરએમ સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે, આ મહત્વપૂર્ણ દિવસ એટલા માટે છે કારણ કે ચાર મહત્વના બંદરો કંડલા, મુન્દ્રા, જખૌ અને ટ્યુના ની રેલ કનેક્ટિવિટી વધારે થવાથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વધશે. 12 ટકાનો ગ્રોથ અત્યારે રેલવે કોસ્ટલ લાઈનનો છે. એમાં પણ વધારો થશે. આ સિવાય કચ્છીવાસીઓને પણ વધારે મુસાફર ટ્રેન મળતા ઉપયોગ વધશે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો