Rajkot: સાયબર ફ્રોડના કેસમાં ચાર ગણો વધારો, રાજકોટમાં સાત મહિનામાં 16 કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી, સાયબર ક્રાઈમના શિકાર બનતા કેવી રીતે બચશો? વાંચો

ગુજરાતમાં કોઇ એવી વ્યક્તિ નહિ હોય જેના મોબાઇલ ફોનમાં ફેક કોલ નહિ આવતા હોય, કોઇ સ્કિમના બ્હાને, કોઇ લોનના બ્હાને, કોઇ લાલચ આપીને તો ક્યારેક મદદના બહાને આપને ફોન આવે છે અને તમને જાણ પણ ન હોય તે રીતે આપનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

Rajkot: સાયબર ફ્રોડના કેસમાં ચાર ગણો વધારો, રાજકોટમાં સાત મહિનામાં 16 કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી, સાયબર ક્રાઈમના શિકાર બનતા કેવી રીતે બચશો? વાંચો
Rajkot
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 17, 2023 | 9:55 AM

Rajkot : તમારા મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી આવતો ફોન આપને મુશ્કેલીમાં મુકી શકે છે. આપની જરાક ચૂક આપના બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. એક ફોન કોલ અને એક ઓનલાઇન લીંક આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. આ અમે આપને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. સાયબર ક્રાઇમની છેતરપિંડીનો આંકડો કરોડો રૂપિયાને પાર થઇ રહ્યો છે. જુઓ કેવી રીતે સાયબર ફ્રોડ કરનારાઓ તમારા ખીસ્સાને ખાલી કરી રહ્યા છે.

આ પણ વાંચોRajkot Video : રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળી અને કપાસની આવક, મગફળીનો ભાવ રૂ.1800 તેમજ કપાસનો ભાવ રૂ.1500 બોલાયો

આપના મોબાઇલમાં આવતા અજાણ્યા નંબરના ફોન કોલ્સ ઉપાડતા પહેલા સાવચેત થઇ જજો. સાયબર ફ્રોડ કરનારાએ આ ફોન કોલ્સથી તમને છેતરી શકે છે. ગુજરાતમાં કોઇ એવી વ્યક્તિ નહિ હોય જેના મોબાઇલ ફોનમાં ફેક કોલ નહિ આવતા હોય, કોઇ સ્કિમના બ્હાને, કોઇ લોનના બ્હાને, કોઇ લાલચ આપીને તો ક્યારેક મદદના બ્હાને આપને ફોન આવે છે. અને તમને જાણ પણ ન હોય તે રીતે આપનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ટીવીનાઇન દ્રારા આજે મોટો ખુલાસો કરવા જઇ રહ્યા છીએ. સાયબર ફ્રોડ કરનારાઓ કઈ રીતે લોકોને છેતરી રહ્યા છે તેની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. આ વાત શરૂ કરીએ તે પહેલા એક ડેટા આપની સમક્ષ મૂકી રહ્યા છીએ જેના પરથી સમજી શકાશે કે સાયબર ફ્રોડનું પ્રમાણ કેટલું વધ્યું છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો દરરોજ 80 જેટલી અરજીઓ સાયબર ફ્રોડમાં આવે છે. ગત વર્ષે 3500 જેટલી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. જેમાં 14.50 કરોડની છેતરપિંડી થઇ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 2900 ફરિયાદ નોંધાઇ છે જેનો આંકડો 16.50 કરોડ સુધી પહોંચ્યો છે.

આ આંકડા પરથી આપ સમજી શકો છો કે સાયબર ફ્રોડ કરનારાઓની જાળ કેટલે સુધી ફેલાયેલી છે અને તેઓ દરરોજ કેટલા રૂપિયાની ગોલમાલ કરે છે. આ આંકડાઓ માત્ર રાજકોટ શહેરના છે જ્યારે આ પરથી ગુજરાતની સ્થિતિ સમજી શકાય છે.

કઇ કઇ રીતે થાય છે છેતરપિંડી ?

1.  OTP આધારીત છેતરપિંડી-કોઇ ડેટાને અપડેટ કરાવવા કે કેવાયસી રીતે ઓપીટી માંગીને બેંક ટ્રાન્ઝેકશન કરવા 2.  એપ્લિકેશન આધારીત છેતરપિંડી-જેમાં કોઇ મદદ માટે મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેની મદદથી ઓપીટી અને અન્ય પર્સનલ  ઇન્ફોર્મેશન મેળવીને છેતરપિંડી કરવી 3.   ન્યૂડ વિડીયો,મોર્ફ ફોટો-સોશિયલ મિડીયાની મદદથી જે તે વ્યક્તિના નંબર પર ન્યૂડ કોલ કરીને વિડીયો રેકોર્ડિંગ કરવું, ફોટાને મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવવા 4.   રોકાણ અંગેના ફ્રોડ- આજકાલ સૌથી વધારે ફ્રોડ આ થઇ રહ્યા છે.જેમાં -ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું -સોશિયલ મીડિયા પર લાઇક,શેર વધારીને રૂપિયા કમાવી આપવાની લાલચ -શેર બજારમાં રોકાણ કરાવી આપવાની લાલચ -મોંધીદાટ કાર,કિંમતી વસ્તુઓ ઓછા ભાવે આપવી દેવાની લાલચ 5.  ઇન્સટન્ટ લોન અપાવી દેવાની લાલચ આપી છેતરપિંડી.

પોલીસના કહેવા પ્રમાણે લોકો જ્યારે સાયબર ક્રાઇમનો ભોગ બને છે ત્યારે તેઓ પોલીસને જાણ કરતા પહેલા સમય વ્યય કરે છે જેના કારણે એક બેંકમાંથી બીજી બેંકમાં અને બીજી બેંકમાંથી ત્રીજી બેંકમાં એમ મળીને આ રૂપિયા કોઇ એટીએમમાંથી ઉપડી જાય છે. પરિણામે ફરિયાદીને આ રૂપિયા પરત મળી શકતા નથી અને તેને રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. વળી છેતરપિંડીની આ જાળનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે જેથી ગયેલા રૂપિયા પરત લાવી શકાય તેવી કોઇ શક્યતા નથી.

હવે પછીના રિપોર્ટમાં આપને બતાવીશું આ સાયબર ચાંચીયાઓનું નેટવર્ક કઇ રીતે ફેલાયેલું છે. રાજકોટમાં સાત મહિનામાં સાડા સોડ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. પોલીસના કહેવા પ્રમાણે આ છેતરપિંડીમાં રિકવરી આંક 15 થી 20 ટકા છે. એ પણ એવા કિસ્સાઓ કે જેમાં ફરિયાદીએ તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હોય અને છેતરપિંડીના રૂપિયા કોઇપણ બેંકમાં હોય જેના કારણે ટ્રાન્ઝેકશન અટકાવી શકાય છે. અને આ રૂપિયા પરત મેળવી શકાય છે. જો કે આ એક દેશવ્યાપી મોટું નેટવર્ક છે.

સાયબર ફ્રોડ કરનારાઓનું આંતરરાજ્ય નેટવર્ક

સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીના કહેવા પ્રમાણે માત્ર ગુજરાત જ નહિ પરંતુ આખા દેશમાં સાયબર ફ્રોડ કરનારાઓની જાળ ફેલાયેલી છે. દેશના ઝારખંડાના ઝમતારા,દેવડા,બિહાર,દિલ્લી એનસીઆર,પશ્વિમ બંગાળમાં સાયબર ક્રાઇમની ટોળકીઓ સક્રિય છે જે દેશભરમાં ઓનલાઇન છેતરપિંડી આચરે છે.પોલીસના કહેવા પ્રમાણે જ્યારે છેતરપિંડીની તપાસમાં બહારના રાજ્યનું પગેરૂં મળે તો ત્યાં આ ટોળકીને પકડવી લગભગ અશક્ય છે જેના કેટલાક કારણો છે.

1.નકલી દસ્તાવેજોનો ઉપયોગ આ ટોળકી દ્રારા જે પણ મોબાઇલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તેમાં નકલી દસ્તાવેજો રજૂ કર્યા હોય છે જેથી તેનું પરફેક્ટ લોકેશન જાણી શકાતું નથી, 2.બેંક એકાઉન્ટમાં ખોટી માહિતી 3.સ્થાનિક પોલીસનો અસહયોગ જો ક્યારેક પોલીસને કોઇ સચોટ માહિતી મળે અને તે માહિતીના આધારે બીજા રાજ્યમાં તપાસ માટે ટીમ જાય તો સ્થાનિક પોલીસનો સહયોગ મળતો નથી અને પરીણામે બહારના રાજ્યની પોલીસ હોવાથી પોલીસ પર હુમલાના પ્રયાસો થાય છે.

લોકોએ શું રાખવી તકેદારી

  1. સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં તમારી સહેજ ચૂક મોટું નુકસાન કરી શકે છે જેથી દરેક લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.જો તમારી સાથે કોઇ છેતરપિંડી થઇ હોય તો તમે તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કરવો અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઇએ.આપની ફરિયાદના આધારે પોલીસ તાત્કાલિક રિપોર્ટ કરશે અને આ રૂપિયાનું બેંક ટ્રાન્સઝેકશન અટકી જશે. અજાણ્યા નંબર પરથી આવેલા ફોન કોલ્સમાં કોઇ માહિતી આપવી નથી,જો કોઇ રોકાણને લઇને માહિતી હોય તો તેને રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો અને તમામ વ્યવહારો રૂબરૂમાં દસ્તાવેજો લઇને કરવા
  2. આપના મોબાઇલ નંબર ગમે તે સ્ટોર પર કે ગમે તે લાલચમાં આવીને કોઇ સાથે શેર ન કરવા
  3. આપના મોબાઇલમાં આવતી કોઇપણ અજાણી લીંકને ડાઉનલોડ ન કરવી અને તેને ઓપન ન કરવી

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">