અમદાવાદમાં ફરી આગનો બનાવ સામે આવ્યો છે. બોપલ ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં આની ઘટના બની છે. આગ લાગતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ હતી. લોકો ફસાયા હોવાની આશંકાના કોલ સાથે ફાયરની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. 22 માળની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
હાલ આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ બાદ ફાયર સેફ્ટીની પૂરી સુવિધા છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.
ફાયર વિભાગના અધિકારીઓ સાથે વાત કરતાં સામે આવ્યું કે, થોડા સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવશે. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને આગ માંથી રેસ્ક્યૂ કરી જેમને પણ નાની મોટી ઇજાઓ થઈ છે તેમને સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
22 માળની બિલ્ડિંગમાં 8 માં માળે આગ લાગી હોવાનું સામે આવ્યું. આગ લાગી તેના ઉપર અને નીચેના માળેથી લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજે દેવ દિવાળી છે ત્યારે ફટાકડાને કારણે આગ લાગી છે કે સર્કિટના કારણે આગ લાગી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.
LIVE AMC standing committee Chairman Devang Dani on Iscon Platinum building fire #Ahmedabad #Gujarat #TV9News #Tv9Gujarati pic.twitter.com/BsSIKcFZ49
— Tv9 Gujarati (@tv9gujarati) November 15, 2024
Published On - 12:06 am, Sat, 16 November 24