AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: 15 ડિસે.થી 13 જાન્યુ. સુધી ઉજવાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, 4 ગામના 250 ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સેવામાં આપી

Pramukhswami Maharaj Shatabdi Mohotsav અમદાવાદ (Ahmedabad) શહેરની પશ્ચિમે આવેલા આ ‘સ્વામિનારાયણ નગર’માં એકથી એક ચડિયાતા આકર્ષણો હશે. અહીં રોજે રોજ વ્યાખ્યાન, ગીત, સંગીત, નૃત્ય વગેરે કાર્યક્રમોથી ગૂંજતા સભામંડપો અને કોન્ફરન્સ સ્થળો હશે.

Ahmedabad: 15 ડિસે.થી 13 જાન્યુ. સુધી ઉજવાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, 4 ગામના 250 ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સેવામાં આપી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 12:37 PM
Share

વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ (Indian culture) અને સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ વધારનારા વિશ્વ વંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનો (Pramukh swami Maharaj) શતાબ્દી મહોત્સવ અમદાવાદને (Ahmedabad) આંગણે ઉજવાશે. 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન ઉજવાનાર આ મહોત્સવ માટે અમદાવાદના સાયન્સ સિટી-ઓગણજ સર્કલ વચ્ચે પૂરજોશ તૈયારી ચાલી રહી છે. સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણ પામી રહ્યું છે ‘સ્વામિનારાયણ નગર’. જે માટે 4 ગામના 250 જેટલા ખેડૂતોએ ‘સ્વામિનારાયણ નગર’ માટે પોતાની મહામૂલી જમીન સેવામાં આપી છે.

600 એકર જમીનમાં આકાર લઈ રહ્યું છે ‘સ્વામિનારાયણ નગર’

‘સ્વામિનારાયણ નગર’ માટે કેટલાક ખેડૂતોએ તો છેલ્લા બે વર્ષથી ખેતી પણ કરી નથી. સાથે અમદાવાદના કેટલાક બિલ્ડરોએ પણ કરોડોની કિંમતની જમીન મહોત્સવ માટે સેવામાં આપી છે. BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં 600 એકર જમીનમાં આકાર લઈ રહ્યું છે ‘સ્વામિનારાયણ નગર’. જ્યાં આશરે 35 દિવસ માટે ઊભી કરાશે મીની ટાઉનશીપ. એક સાથે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજની સાથે અન્ય દેવી-દેવતાઓ, સંતો-ભક્તોના દર્શન કરી શકશે. આ માટે મહોત્સવ સ્થળે 7 હજાર જેટલા વૃક્ષો અને 10 લાખથી વધુ ફૂલ-છોડ ઉગાડવામાં આવ્યા છે. જે ‘સ્વામિનારાયણ નગર’ની શોભા વધારવાની સાથે પર્યાવરણની જાગૃતિનો સંદેશો આપશે.

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે રચાનારા ‘સ્વામિનારાયણ નગર’માં આશરે 35 દિવસ દરમ્યાન દેશ-વિદેશથી સંતો-ભક્તો ઉપરાંત ખ્યાતનામ હસ્તીઓ ઉમટી પડશે. જેમના રહેવા, જમવા, ખાવાની વ્યવસ્થાનું અત્યારથી જ પ્લાનિંગ ચાલી રહ્યું છે. સાથે જ આ કાર્યક્રમ માટે 50,000 સ્વયંસેવકો સેવામાં જોડાશે.

અમદાવાદ શહેરની પશ્ચિમે આવેલા આ ‘સ્વામિનારાયણ નગર’માં એકથી એક ચડિયાતા આકર્ષણો હશે. અહીં રોજે રોજ વ્યાખ્યાન, ગીત, સંગીત, નૃત્ય વગેરે કાર્યક્રમોથી ગૂંજતા સભામંડપો અને કોન્ફરન્સ સ્થળો હશે. જેમાં વિશ્વભરના વિવિધ ક્ષેત્રના ધુરંધરો અને પૂજનીય સંતો-મહાત્માઓના પ્રેરક વકતવ્યોનો લાભ મળશે. સાથે જ બાળકોમાં શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી હશે. હજારો બાળકો એક સાથે આ બાળનગરીની મુલાકાત લઈ સદાચારી જીવન જીવવાની પ્રેરણા લેશે.

‘સ્વામિનારાયણ નગર’માં શું હશે આકર્ષણ?

  • વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો
  • કલામંડિત મંદિર
  • ભક્તિ મંડપો
  • પ્રમુખસ્વામી મહારાજની વિશાળ મૂર્તિ
  • જીવનના ઉચ્ચ મૂલ્યો શીખવતા પ્રદર્શનો
  • ભારતીય સંસ્કૃતિના સંદેશ આપતા રચનાત્મક સ્પોટ્સ
  • બાળનગરી
  • જ્યોતિઉદ્યાન
  • લાઈટ એન્ડ સાઉન્ડ શો
  • ખાણી-પીણીના સ્ટોલ્સ

આ ભવ્ય ‘સ્વામિનારાયણ નગર’ના નિર્માણ કાર્ય માટે હાલમાં બે હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને જ્યારે આ મહોત્સવ શરૂ થશે ત્યારે 50 હજાર સ્વયંસેવકો અહીં આવનાર લાખો શ્રદ્ધાળુઓને આવકારવા તત્પર હશે.

(વીથ ઇનપુટ- ખુશ્બુ તલાટી, અમદાવાદ)

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
g clip-path="url(#clip0_868_265)">