AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election : ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિમાં પણ ટકી રહેવા કોંગ્રેસની મથામણ, આજે દિગ્ગજ નેતાઓની હાજરીમાં યોજાશે ચૂંટણીલક્ષી બેઠક

ચૂંટણીમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરવા આજે કોંગ્રેસની (Congress) છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં એક બેઠક મળવાની છે.

Gujarat Election : 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિમાં પણ ટકી રહેવા કોંગ્રેસની મથામણ, આજે દિગ્ગજ નેતાઓની હાજરીમાં યોજાશે ચૂંટણીલક્ષી બેઠક
Gujarat Congress
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 7:12 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly election)હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી જીતનો લક્ષ્યાંક હાંસલ કરવા તૈયારીઓ શરૂ કરી છે,જેમાં કોંગ્રેસ (Congress) પણ બાકાત નથી.જો કે હાલ ગુજરાત કોંગ્રસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી છે, કારણ કે એક બાદ એક વરિષ્ઠ નેતાઓ પક્ષમાંથી છેડો ફાડી રહ્યા છે.ગઈ કાલે વરિષ્ઠ નેતા નરેશ રાવલ (naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમારે (Raju Parmar) કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.ત્યારે આ સ્થિતિ વચ્ચે પણચૂંટણીમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરવા આજે કોંગ્રેસની (Congress) છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં એક બેઠક મળવાની છે.

125 ના લક્ષ્યાંકને પાર પાડવા કોંગ્રેસે કમરકસી

2022ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) 125 ના લક્ષ્યાંકને પાર પાડવા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાગ લેવા છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા ખાસ ઉપસ્થિત રહેશે. તેમની આગેવાનીમાં મળનારી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ મુજબ કામગીરીની સમીક્ષા સાથે સંકલન મામલે ચર્ચા થશે.

ગુજરાત પહોંચેલા ટી.એસ. સિંહદેવે મીડિયા સાથે વાત કરતા કરતા ભાજપ (BJP) પર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે પીએમ અને કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના હોવા છતાં હ્યુમન ડેવલપ ઇન્ડેક્સમાં (Human Development index) ગુજરાત 20માં ક્રમે હોવું તે ગંભીર બબાત છે. આ જ કારણ છે કે હવે ગુજરાતને બદલવાની આવશ્યકતા છે. ઉલ્લેખનીય છે કે આજે મળનારી કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખત જગદીશ ઠાકોર (jagdish thakor) હાજર રહેશે.સાથે જ લોકસભા (loksabha) બેઠક દીઠ AICC ઓબ્ઝર્વર અને સ્થાનિક કક્ષાએ PCCના બે નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે.ગુજરાતના સિનિયર નેતાઓ જેમને 26  લોકસભાના નિરીક્ષકો તરીકે જવાબદારી સોંપાઈ છે તેઓ પણ હાજરી આપશે AICCએ નિમેલા 26 નિરીક્ષકો રાજસ્થાન અને છત્તીસગઢ સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

g clip-path="url(#clip0_868_265)">