અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર ગણાતાં ઈસ્કોન ચાર રસ્તાં પર ગટર ઉભરાતા લોકો પરેશાન
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તાં પર ડ્રેનેજ લાઈનથી નીકળતા ગંદા પાણીના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈસ્કોનને અમદાવાદ શહેરનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે ત્યાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થવાથી શહેરીજનો તેમજ બહારથી આવનાર લોકો મુશ્કલીનો સામનો કરી રહ્યાં છે. અમદાવાદમાં પ્રવેશવા માટે ઇસ્કોન 4 રસ્તાએ એસજી હાઈવેનો મુખ્ય પોઈન્ટ મનાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી […]

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તાં પર ડ્રેનેજ લાઈનથી નીકળતા ગંદા પાણીના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈસ્કોનને અમદાવાદ શહેરનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે ત્યાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થવાથી શહેરીજનો તેમજ બહારથી આવનાર લોકો મુશ્કલીનો સામનો કરી રહ્યાં છે. 
અમદાવાદમાં પ્રવેશવા માટે ઇસ્કોન 4 રસ્તાએ એસજી હાઈવેનો મુખ્ય પોઈન્ટ મનાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઇસ્કોન 4 રસ્તા પર જ સામાન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે કારણ કે જુનુ બીગ બજાર હતું તે જગ્યા પર અત્યારે કોમર્શીયલ બિલ્ડીંગ બની રહ્યું છે. આ બિલ્ડીંગની બરાબર બહારની બાજુમાં જ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન લીકેજ થયેલી છે. જેમાંથી સતત પાણી નીકળ્યા કરે છે. આ પાણીના કારણે કીચડ મુખ્ય રસ્તા પર થાય છે. જ્યારે પાણી બંધ થાય ત્યારે સુકાયેલી માટીમાંથી ધૂળ, માટી ઉડ્યા કરે છે. જેના કારણે ઇસ્કોન 4 રસ્તાનો મુખ્ય કોર્નર જ ખરાબ એટલો થઈ જાય છે કે લોકોને ત્યાથી ચાલીને આવતા જતા પણ તકલીફ પડે.

છેલ્લા 2 મહિનાથી પણ વધૈારે સમયથી આ સ્થિતી છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફથી આવતી ખાનગી અને સરકારી બસોનો ડ્રોપીંગ પોઇન્ટ પણ તે જ ખુણા પાસે આવેલો છે. બસમાથી ઉતરતા મુસાફરો, ઇસ્કોનથી ગાંધીનગર જતા મુસાફરો, સિનિયર સિટિઝનો કે અહીંથી પસાર થતા અનેક લોકો અહીની માટી અને પાણીના કારણે અનેક વાર પડી જવાના કે અકસ્માત થવાના પણ કિસ્સાઓ બને છે. અમદાવાદની શાન સમાન ઇસ્કોન કોર્નરનો આ મુખ્ય રસ્તો ખુલ્લો રહે અને કોર્પોરેશન તાકીદે પગલા ભરે તે જરૂરી બન્યું છે જેથી લોકોને હાલાકી ના ભોગવવી પડે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]