અમદાવાદમાં બાબા બાગેશ્વર બે દિવસ યોજશે દિવ્ય દરબાર, મંડપ, સ્ટેજથી લઇને બેઠક વ્યવસ્થા આ પ્રકારે હશે ખાસ
Ahmedabad News : જે સ્થળે દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યાંના મંડપ, સ્ટેજથી લઇને બેઠક વ્યવસ્થા વિશેષ રુપે ધ્યાન આપીને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદના (Ahmedabad) ચાણક્યપુરીમાં 29 અને 30 મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દરબાર મળવા જઈ રહ્યો છે. જેને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ખાસ બની રહેશે. કારણકે જે સ્થળે દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યાંના મંડપ, સ્ટેજથી લઇને બેઠક વ્યવસ્થા વિશેષ રુપે ધ્યાન આપીને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો-Gujarati Video :સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઇને તૈયારીઓ શરૂ
મંડપ વિશેષ ટેકનોલોજીથી થશે તૈયાર
અમદાવાદના ચાણક્યપુરીમાં જર્મન ટેકનોલોજીથી મંડપ તૈયાર કરવામાં આવશે. 130 × 130નો મંડપ તૈયાર કરવામાં આવશે. તો આ મંડપમાં એક લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય અન્ય લોકો માટે એલઇડી સ્ક્રીન અને અલગ વ્યવસ્થા મુકવામાં આવશે. દરબારના સ્થળે 8 ફૂટની ઊંચાઈનું સ્ટેજ બનાવવામાં આવશે.
એક જ સિંહાસન બનાવવામાં આવશે
દિવ્ય દરબારના સ્થળે સ્ટેજ પર માત્ર એક જ સિંહાસન બનાવવામાં આવશે. લાખોના ખર્ચે તૈયાર કરાતા આ સિંહાસન સિવાય સ્ટેજ પર કોઈ બેઠક વ્યવસ્થા નહીં કરાય. ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું સિંહાસન તૈયાર કરવામાં આવશે. સ્ટેજ પર કોઈપણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં નહીં આવશે.
આ સ્થળ પર સ્ટેજ, મંડપ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે 2 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે. આયોજકો દ્વારા 500 બાઉન્સર સહિત 1500 સિક્યુરિટી સ્ટાફ કામ કરશે. તો સાથે જ પોલીસ સ્ટાફ પાસે અલગ વ્યવસ્થા માંગવામાં આવી છે.
આ રીતે શ્રદ્ધાળુઓ અરજી લગાવશે
બાબાના બે દિવસના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ દિવસે તેઓ શ્રદ્ધાળુઓની અરજી લગાવશે. બીજા દિવસે સામૂહિક અરજી લગાવીને વિભૂતિ વિતરણ કરશે. અરજી કેવી રીતે લગાવવાની હોય તેની વાત કરતા આયોજક પ્રમોદ મહારાજે કહ્યું કે- લોક દરબારમાં આવનાર શ્રદ્ધાળુઓએ બાબા તેમની અરજી સ્વીકારે તેવી મનમાં પ્રાર્થના કરવાની હોય છે અને બાબા સ્ટેજ પર બોલાવે તેની અરજીનો સ્વીકાર થયો ગણાશે. ત્યારબાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેના પ્રશ્નનો ઉકેલ સ્ટેજ ઉપર જ આપશે. આયોજકે દાવો કર્યો કે આમાં કોઈ પ્રકારનું સેટિંગ હોતું નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો