AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં CM સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ, શ્રદ્ધાળુઓ માટે રહેશે વિશેષ વ્યવસ્થા, જુઓ Video

અમદાવાદમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં CM સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ, શ્રદ્ધાળુઓ માટે રહેશે વિશેષ વ્યવસ્થા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 12:58 PM
Share

અમદાવાદના ચાણક્યપુરીમાં 29 અને 30 મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર મળવા જઈ રહ્યો છે. જેને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજકોએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કાર્યક્રમની પ્રાથમિક રૂપરેખા આપી.

અમદાવાદમાં (Ahmedabad) બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) કાર્યક્રમમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યપ્રધાન અને સીઆર પાટીલને આમંત્રણ આપવામાં આવશે. અમદાવાદના ચાણક્યપુરીમાં 29 અને 30 મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર મળવા જઈ રહ્યો છે. જેને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજકોએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કાર્યક્રમની પ્રાથમિક રૂપરેખા આપી. સાથે જ કોને કોને આમંત્રણ આપવાનું છે તેની પણ વાત કરી.

આ પણ વાંચો- Gujarati Video : મહેસાણાના આલોડા ગામે ગૌચર જમીનનો વિવાદ, સરપંચ વિરૂદ્ધ અન્ય સભ્યો અને ગ્રામજનોએ મોરચો માંડ્યો

આયોજક અમિત શર્માએ કહ્યું કે- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, તમામ પ્રધાનો, તમામ ધારાસભ્યો, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, અમદાવાદ શહેરના મેયર તમામ કોર્પોરેટર અને કોર્પોરેશનના તમામ અધિકારીઓને આમંત્રણ આપવામાં આવશે. આયોજકે કહ્યું કે- બાબાના દરબારમાં આવવું કે ન આવવું તે તેમની મરજીની વાત છે. પરંતુ આમંત્રણ તમામને આપવામાં આવશે.

લાખો લોકો ઉમટે તેવી શક્યતા

બિહારમાં જે રીતે બાબા બાગેશ્વરને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. તેને જોતા અમદાવાદમાં પણ લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આયોજક પ્રમોદ શર્માએ કહ્યું કે- ગાઉન્ડની ક્ષમતા 1 લાખથી સવા લાખની છે. પરંતુ કેટલા લોકો આવશે તેનો ચોક્કસ અંદાજ લગાવી શકાય નહીં. બાબાનો દરબાર સાંજે 5 વાગ્યાથી શરૂ થઈને મોડામાં મોડા 12 વાગ્યા સુધી ચાલશે.

જાણો શ્રદ્ધાળુઓ માટે આ વિશેષ વ્યવસ્થા

તેમણે કહ્યું કે આવનાર શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે પ્રકારની વ્યસ્થા ગોઠવાશે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, પાર્કિંગની સમસ્યા ન સર્જાય, ગ્રાઉન્ડમાં આવ્યા પછી ગરમી ના લાગે, દોડાદોડી કે અન્ય કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. આવનારા શ્રદ્ધાળુએ કોપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. બાબાનો દરબાર સૌના માટે ખુલ્લો છે.

બાબાના બે દિવસના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ દિવસે તેઓ શ્રદ્ધાળુઓની અરજી લગાવશે. બીજા દિવસે સામૂહિક અરજી લગાવીને વિભૂતિ વિતરણ કરશે. અરજી કેવી રીતે લગાવવાની હોય તેની વાત કરતા આયોજક પ્રમોદ મહારાજે કહ્યું કે- લોક દરબારમાં આવનાર શ્રદ્ધાળુઓએ બાબા તેમની અરજી સ્વીકારે તેવી મનમાં પ્રાર્થના કરવાની હોય છે અને બાબા સ્ટેજ પર બોલાવે તેની અરજીનો સ્વીકાર થયો ગણાશે. ત્યારબાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેના પ્રશ્નનો ઉકેલ સ્ટેજ ઉપર જ આપશે. આયોજકે દાવો કર્યો કે આમાં કોઈ પ્રકારનું સેટિંગ હોતું નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">