ક્રેડાઈ અમદાવાદ દ્વારા સ્માર્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પ્રેઝન્ટેશન તૈયાર કરાયુ, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે પ્રેઝન્ટેશન

Ahmedabad: ક્રેડાઈ અમદાવાદ દ્વારા સ્માર્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે. આ પ્રેઝન્ટેશનને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે.

ક્રેડાઈ અમદાવાદ દ્વારા સ્માર્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પ્રેઝન્ટેશન તૈયાર કરાયુ, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે પ્રેઝન્ટેશન
ક્રેડાઈ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 23, 2023 | 9:32 PM

ગુજરાતના સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટને લઈ ક્રેડાઈ અમદાવાદની ટીમ મુખ્યમંત્રી સમક્ષ ટાઉન પ્લાનિંગ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે. ક્રેડાઈ અમદાવાદ ગાહેડે સ્માર્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. જેમાં ભવિષ્યમાં ટ્રાફિક, વોટરલોગીંગ અને ડ્રેનેજની સમસ્યાના નિવારણ સહિતની બાબતો દર્શાવવામાં આવી છે.

અમદાવાદના પોળ વિસ્તારમાં 20 ઈંચ વરસાદમાં પણ પાણી નથી ભરાતા અને નવા ડેવલપ વિસ્તારમાં 4-5 ઈંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થઈ રહી છે. આ સિવાય ટ્રાફિક, વોટરલોગીંગ, ડ્રેનેજ સહિતની સમસ્યાઓ થઈ રહી છે, ત્યારે આદર્શ ટાઉન પ્લાનિંગ કેવા પ્રકારનું હોવું જોઈએ આ બાબતને ધ્યાને રાખી ક્રેડાઈ અમદાવાદની ટીમે વિશેષ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે.

જે સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ દિલ્લીમાં નેશનલ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. હવે તેમાં સુધારા વધારા સાથે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. ભવિષ્યના ટાઉન કેવા હશે તે સંદર્ભે પ્રેઝન્ટેશનમાં દર્શાવેલ બાબતો મુજબ વોકેબલ ડિસ્ટન્સ પર સ્કૂલ, હોસ્પિટલ, પાર્ક અને માર્કેટની સુવિધા, નવી ટીપીમાં 20થી 30 મીટરના રસ્તા અને ગાર્ડનને જોડતા ફૂટપાથ અને સાયકલ ટ્રેકની સુવિધા આપવાનું દર્શાવવામાં આવ્યું છે. માસ ટ્રાન્સપોર્ટેશનના સ્ટોપિંગ પર યોગ્ય પાર્કિંગની સુવિધા. આ સિવાય રેરા સમકક્ષ બોડીની રચના કરવામાં આવે અને 36 મહિનામાં ટીપી સ્કીમ ફાઈનલ થાય એ દર્શાવામાં આવ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ક્રેડાઈએ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે ઓથોરિટી સાથે પણ વાર્તાલાપ શરૂ કર્યો છે. જેમાં રિવરફ્રન્ટના 52 પ્લોટ માટે ક્રેડાઈએ ડેવલોપમેન્ટ પ્લાન રજૂ કર્યો છે. ડેવલપમેન્ટ માટે 52 પ્લોટ માટે પોણા બે કરોડની એફએસઆઈનો ઉપયોગ થવાનો છે. ત્યારે રિવરફ્રન્ટ પર જીડીસીઆરમાં ફેરફાર કરી કોમર્શિયલ, કોર્પોરેટ હાઉસની સાથે રેસીડેન્સીયલ ડેવલોપમેન્ટ પણ થાય એ પ્રકારનું સૂચન રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીને આપ્યું છે અને સાથે જ રિવરફ્રન્ટ પર જે ડેવલપર કામ કરે તેને મહત્તમ લાભ આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Video: અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારની અનેક સોસાયટીમાં સર્જાઈ પાણીની પારાયણ, ટેન્કર મગાવવું પડે તેવી સ્થિતિ

ક્રેડાઈ અમદાવાદના ચેરમેન તેજસ જોશીએ જણાવ્યું કે ક્રેડાઈ અમદાવાદની ટીમે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે બેઠક કરી પરામર્શ કર્યું છે, મલ્ટીનેશનલ કંપનીઓની અમદાવાદમાં ડેવલપર સાથે કોન્ટેકટ કરી રહી છે. ઓલિમ્પિકને ધ્યાને રાખી રિવરફ્રન્ટના બંને ફેઝનું એકસાથે ડેવલપમેન્ટ કરવામાં આવે તો સ્કાયલાઈન ઉભી થશે અને ભવિષ્યમાં અમદાવાદનો રિવરફ્રન્ટ લંડન-પેરિસ જેવો દેખાશે.

g clip-path="url(#clip0_868_265)">