Video : અમદાવાદના ચાંદખેડામાં નર્સના આપઘાત કેસમાં પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ

Video : અમદાવાદના ચાંદખેડામાં નર્સના આપઘાત કેસમાં પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 12:05 PM

અમદાવાદના (Ahmedabad) ચાંદખેડામાં આવેલી SMS હોસ્પિટલની 24 વર્ષની નર્સનો રવિવારે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તપાસમાં મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના ચાંદખેડામાં આવેલી SMS હોસ્પિટલમાં નર્સના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે નર્સના પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. મૃતક નર્સના પ્રેમી જયેશ રાઠોડ નામના યુવક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જયેશ રાઠોડે મૃતક સાથે પ્રેમ સંબંધ બનાવી છોડી દીધી હતી. એટલું જ નહીં લગ્નનો પણ ઇનકાર કર્યો હતો જેનું મન પર લાગી આવતા નર્સે આપઘાત કરી લીધો હતો.

અમદાવાદના ચાંદખેડામાં આવેલી SMS હોસ્પિટલની 24 વર્ષની નર્સનો રવિવારે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તપાસમાં મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે FSLની મદદ લેવામાં આવી છે. મૃતક નર્સ 12 જાન્યુઆરીથી ગુમ હતી. પરિવારની શોધખોળ બાદ પણ તેમની કોઇ જગ્યાથી ભાળ મળી ન હતી. જ્યારે રવિવારે એટલે કે, 15મી જાન્યુઆરીનાં રોજ તેમનો ગળેફાંસો ખાધેલી હાલતમાં હોસ્પિટલના સાતમે માળેથી મૃતદેહ મળ્યો હતો. જે બાદ પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારે આક્ષેપ કર્યા છે કે યુવતીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

આ ઘટનામાં પરિવારના આક્ષેપ અને પોલીસને હાથ લાગેલી સ્યૂસાઈડ નોટને આધારે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.. પોલીસના જણાવ્યા પ્રમાણે સ્યૂસાઈડ નોટમાં મૃતક યુવતીએ પોતાની મરજીથી આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મૃતક યુવતીને કોઈની સાથે પ્રેમસંબંધ હોવાનો પણ ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં મળ્યો છે.. જેમાં પ્રેમમાં દગો મળવાથી યુવતીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">