Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચની તૈયારીઓની કરી સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આ કાર્યક્રમ સંદર્ભે સુરક્ષા, વ્યવસ્થા, સમારંભની રૂપરેખા વગેરેની ઝીણામાં ઝીણી બાબતોની પૂછપરછ કરવા ઉપરાંત મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યાં હતાં.

Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચની તૈયારીઓની કરી સમીક્ષા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 3:27 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ-મૈત્રીના 75 વર્ષ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીસ નવમી માર્ચના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ચોથી ટેસ્ટ મેચ નિહાળવાના છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ સંબંધોની ઉજવણીના આ પ્રસંગની પૂર્વતૈયારીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

CMએ ઝીણામાં ઝીણી બાબતોની પૂછપરછ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમ સંદર્ભે સુરક્ષા, વ્યવસ્થા, સમારંભની રૂપરેખા વગેરેની ઝીણામાં ઝીણી બાબતોની પૂછપરછ કરવા ઉપરાંત મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યાં હતાં. મુખ્યમંત્રીએ ભારપૂર્વક સૂચવ્યું હતું આ સમગ્ર ઇવેન્ટમાં શહેરીજનોને કોઈ તકલીફ ન પડે, એની કાળજી લઈને આયોજન કરવું.

વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા

આ સમીક્ષા મુલાકાતમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એએમસીના કમિશનર એમ. થેન્નારસન, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, બીસીસીઆઈ અને જીસીએના પદાધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે દેશના વડાપ્રધાન સાથે નિહાળશે મેચ

મહત્વનું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાવાની છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાના છે.

એવુ પહેલી વાર બનશે કે જ્યારે પીએમ મોદી પોતાના નામના એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચની મજા માણશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચના બંને દેશોના વડાપ્રધાનો સાક્ષી બનશે. શક્યતા એવી પણ છે કે બે દેશોની ક્રિકટ મેચમાં બંને વડાપ્રધાન કોમેન્ટ્રી કરી શકે છે.

વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

બંને દેશના વડાપ્રધાન ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં  હાજરી આપવાના છે. આ મુલાકાતનો હેતુ વેપાર, રોકાણ, ખનિજ ક્ષેત્રમાં દ્વિપક્ષી સંબંધોને વેગ આપવાનો છે. ઓસ્ટ્રેલિયાના PM બન્યા બાદ એન્થોની અલ્બેનિસનો આ પહેલો ભારત પ્રવાસ છે. એન્થોની અલ્બેનિસ ગત્ત વર્ષે મે માસમાં ઓસ્ટ્રેલિયાના PM બન્યા હતા. તો ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે વેપાર-પર્યટન પ્રધાન અને ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિ મંડળ પણ ભારતની મુલાકાતે આવશે.

g clip-path="url(#clip0_868_265)">