CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન 2024નો કરાવ્યો પ્રારંભ, પતંગબાજોની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે વોટ્સએપ નંબર જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન 2024નો પ્રારંભ કરાવ્યો છે. 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત પતંગબાજોની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે તેમજ ઈજાગ્રસ્ત પક્ષીઓને રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમા વેટરનરી તબીબો, વિવિધ સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ સહયોગ કરી રહ્યા છે.

| Edited By: | Updated on: Jan 13, 2024 | 10:23 PM

ઉતરાયણ દરમિયાન પતંગબાજોની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે આ પક્ષીઓની સારવાર માટે રાજ્યવ્યાપી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થલતેજ ખાતેના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતેથી કરુણા અભિયાન 2024નો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યભરમાં 10થી 20 જાન્યુઆરી દરમિયાન આ અભિયાન ચાલવાનુ છે. આ અભિયાન અંતર્ગત પતંગરની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. રાજ્યમાં વર્ષ 2017માં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ વર્ષે થલતેજ ખાતેના સારવાર કેન્દ્રમાં 7000 પક્ષીઓ સારવાર માટે આવ્યા હતા જે પૈકી 90 ટકા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

રાજ્યભરમાં 800 વેટરનરી તબીબો કરૂણ અભિયાન અંતર્ગત બજાવશે ફરજ

ગત વર્ષના આંકડાની જો વાત કરવામાં આવે તો 14 હજાર જેટલા ઘાયલ પક્ષીઓ આ સારવાર કેન્દ્રમાં આવ્યા હતા અન તેમની સારવાર કરવામાં આવી હતી. રાજ્યવ્યાપી ચાલતા અભિયાન અંતર્ગત 800 વેટરનરી તબીબો કરુણા અભિયાન અંતર્ગત સેવા આપી રહ્યા છે. આ સાથે રાજ્યની અનેક NGO પણ તેમા સામેલ છે.

ઘાયલ પશુઓની સારવાર માટે 83 2000 2000 મોબાઈલ નંબર જાહેર

આ અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર શરૂ કરાયા છે. સાથે જ વન વિભાગે 1926 અને પશુપાલન વિભાગે 1962 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. નાગરિકો ઘાયલ પશુઓ માટે 8320002000 મોબાઈલ નંબર પર પણ ફોન કરી શકશે. અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર તૈયાર કરાયા છે. જ્યારે 216 વેટરનરી ડૉક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર છે. રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો 750થી વધુ વેટરનરી તબીબો તેમજ 7700થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’માં સહભાગી થશે.

આ પણ વાંચો: અમદાવાદમાં પોળના ધાબાના ભાડામાં તોતીંગ વધારો, પતંગરસિયાઓ હજારો રુપિયા ખર્ચી અહીં ઉત્તરાયણની માણે છે મજા, જુઓ વીડિયો

‘જીવો, જીવવા દો અને જીવાડો’ના સૂત્ર સાથે કરૂણા અભિયાનનો પ્રારંભ

કરુણા અભિયાન અંતર્ગત રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જીવો, જીવવા દો અને જીવાડોની જીવદયાની ભાવના સાથે પક્ષીઓની ત્વરીત સારવાર માટે વોટ્સએપ નંબર અને વેબસાઈટ પણ કાર્યરત કરી દેવાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:23 pm, Sat, 13 January 24