અમદાવાદ: GTU મા વિદેશી વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન પર્વની કરાઈ ઉજવણી, 40 દેશના વિદ્યાર્થીઓને કાંડે બંધાઈ રક્ષા
ભારતીય તહેવારો અને એ તહેવારોનુ માહાત્મ્યથી વિદેશના વિદ્યાર્થીઓ પણ માહિતગાર થાય તે હેતુથી GTU સ્ટાફે 40 દેશના વિદ્યાર્થીઓને સાથે રાખી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. દરેક વિદેશી વિદ્યાર્થીઓને રાખડી બાંધી તહેવારનુ મહત્વ સમજાવ્યુ હતુ.
દેશભરમાં રક્ષાબંધન (Rakshabandhan)ના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેમા રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટમાં દર વર્ષે ટેકનિકલના અભ્યાસ માટે દેશ વિદેશના વિદ્યાર્થીઓ એડમિશન લે છે. આ વિદ્યાર્થીઓને સાથે રાખી તેઓ પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય તહેવારોથી અવગત થાય તે હેતુથી 40 દેશના વિવિધ વિદ્યાર્થીઓને GTU સ્ટાફના ઘરે ઘરે જઈને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન, રાખડી અને રાખડી બાંધવાના મહત્વથી અવગત કરાવ્યા હતા. જેમા GTUના વાઈસ ચાન્સેલરથી લઈ રજિસ્ટ્રાર અને અન્ય સ્ટાફના લોકો પણ જોડાયા હતા. જેમા 40 દેશના વિદ્યાર્થીઓને જૂદી જૂદી ટીમ બનાવી ઉજવણી કરવામા આવી હતી.આ પ્રસંગે GTUના વાઈસ ચાન્સેલરના સરકારી નિવાસસ્થાને નામિબિયા અને મોઝામ્બિકની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
તમામ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહથી પર્વમાં થયા સામેલ
આ અંગે GTUના વાઈસ ચાન્સેલર ડૉ નવિન શેઠએ જણાવ્યુ હતુ કે GTU દ્વારા દર વર્ષે આ પ્રકારના કાર્યો અને પહેલ કરવામાં આવી છે. જેમાંથી 35 વિદ્યાર્થીઓએ કુલપતિ સહિત અન્ય સ્ટાફના ઘરે જઈને રક્ષાબંધનની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. જેમા નામિબિયા, મોઝામ્બિક, અફઘાનિસ્તાન, સોમાલિયા, સાઉથ સુદાન જેવા 40 દેશના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહથી આ પર્વમાં જોડાયા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરેનેશન રિલેશનના મહિલા સ્ટાફ દ્વારા GTU હોસ્ટેલ ખાતે રહેતા વિદેશી ભાઈઓને પણ રાખડી બાંધીને આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.
GTUના વાઈસ ચાન્સેલર પણ ઉજવણીમાં સામેલ
આ ઉજવણીમાં GTUના વાઈસ ચાન્સેલર પણ સામેલ થયા હતા. નામિબિયા અને મોઝામ્બિકની વિદ્યાર્થિનીઓએ તેમના ઘરે જઈ રક્ષાસૂત્ર બંધાવી આ પર્વની ઉજવણી કરી હતી. આ રીતે GTUમાં વિદેશી વિદ્યાર્થીઓને આ તહેવારમાં સામેલ કરી તેમને રક્ષાબંધન શા માટે ઉજવાય છે. હાથ પર રક્ષાસૂત્ર બાંધવા પાછળ શું મહત્વ રહેલુ છે તે તમામ બાબતોથી તેમને માહિતગાર કરવામા આવ્યા હતા. રક્ષાબંધનના પર્વની ઉજવણીનો ઉત્સાહ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો. વિદેશી વિદ્યાર્થીઓ પણ આ તહેવારની ઉજવણીમાં ઉત્સાહભેર સામેલ થયા હતા અને હોંશે હોંશે રાખડી બંધાવી હતી. આપને જણાવી દઈએ કે શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગની મહિલા પોલીસકર્મીઓએ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અને વાહનચાલકોને રક્ષાસૂત્ર બાંધી ધીમે અને સલામતીપૂર્વક વાહન ચલાવવા જણાવ્યુ હતુ.