AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવીને શુભારંભ કર્યો

વધુ એક સમર સ્પેશિયલ ટ્રેનની લીલી ઠંડી આપવામાં આવી. અમદાવાદ સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનને આજે કેબિનેટ મંત્રી કનું દેસાઈ તેમજ રેલવે અધિકારી ઓની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજી ટ્રેનને શરૂ કરવામાં આવી.

કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવીને શુભારંભ કર્યો
Darshal Raval
| Edited By: | Updated on: May 09, 2023 | 9:19 PM
Share

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન ખાતે 9મી મેના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી, મેયર કિરીટ પરમાર અને ધારાસભ્ય દિનેશ કુશવાહ, સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09413 /09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવીને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે પ્રબંધક તરૂણ જૈન, સીનીયર ડિવિઝનલ કોમર્શીયલ મેનેજર પવન કુમાર સિંહ, અન્ય રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર ટ્રેનની વિગતો

ટ્રેન નંબર 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ 09 મે 2023 થી 27 જૂન 2023 સુધી અમદાવાદથી દર મંગળવારે 16:35 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 03:00 કલાકે સમસ્તીપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09414 સમસ્તીપુર અમદાવાદ સ્પેશિયલ 11 મે 2023 થી 29 જૂન 2023 સુધી સમસ્તીપુરથી દર ગુરુવારે સવારે 05.00 કલાકે ઉપડશે અને શુક્રવારે 18.30 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, હાજીપુર તથા મુઝફ્ફરપુર સ્ટેશન બંને સ્ટેશનો પર રોકાશે.

આ પણ વાંચો : વિરાટ કોહલીને ભૂલની મળી સજા, મોટા શોટના ચક્કરમાં વિકેટકીપરને આપી બેઠો કેચ

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર ઈકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 09413 માટેનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર ખુલ્લું છે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in દ્વારા માહિતી મેળવી શકે છે.

મહત્વનુ છે કે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ -પાલનપુર સેક્શન પર 17 ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરાયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ટ્રેક્શન પરિવર્તનને દૂર કરવા અને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફારને કારણે અમદાવાદ-પાલનપુર સેક્શન પરની 17 ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવી રહ્યો છે. યાત્રિકોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખી યાત્રા કરવા વેસ્ટર્ન રેલવે દ્વારા સૂચિત કરાયા છે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતા માટે યાત્રીઓને વેબસાઈટ www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવ્યુ હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">