AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમિત શાહે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં આપી હાજરી, કહ્યુ અમેરિકાના બાઈડને પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઈ ઓટોગ્રાફ માગ્યો

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં વિપક્ષ કોંગ્રેસ પર ઓબીસી સમાજને લઈને મોટો પ્રહાર કરતા કહ્યુ કોંગ્રેસે તેમના શાસનકાળ દરમિયાન ઓબીસી સમાજને અપમાનિત કર્યો. તેમણે કહ્યુ કે ભાજપ જ છે જેમણે નરેન્દ્ર મોદીના સ્વરૂપે દેશને ઓબીસી પીએમ આપ્યા.

Breaking News: અમિત શાહે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં આપી હાજરી, કહ્યુ અમેરિકાના બાઈડને પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઈ ઓટોગ્રાફ માગ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 7:47 PM
Share

અમદાવાદમાં શાહીબાગ ખાતે મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયુ જેમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક સમાજ શ્રેષ્ઠ સમાજના સૂત્ર સાથે આ મહાસંમેલન યોજાયુ હતુ. જેમા પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા તો પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિતના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોમાભાઈ મોદીને સમાજને એકત્ર કરવાના પ્રયાસ માટે અમિત શાહે પાઠવ્યા અભિનંદન

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના ભાઈ સોમાભાઈ મોદીને અભિનંદન પાઠવતા જણાવ્યુ કે મને દરેક જગ્યાએ મોદી સમાજના લોકો ભાજપનું કામ કરતા મળ્યા છે. સમાજને એકત્ર કરવાના પ્રયાસ માટે સોમાભાઈને અભિનંદન. વધુમાં તેમણે જણાવ્યુ કે યુપીમાં રામનારાયણ મને કહેતા હતા કે એક તેલીને સાથે રાખો આખુ ગામ સાથે થઈ જશે. મોઢેશ્વરી દેવીના ઉપાસકો ટૂકડા ટૂકડામાં હતા તે એક થઈ રહ્યા છે તે સારી વાત છે.

મોદી સમાજ આગળ વધી રહ્યો છે તે ગર્વની વાત- અમિત શાહ

વધુમાં અમિત શાહે પીએમ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે 21 વર્ષ થઈ ગયા પણ મારા સમાજના કોઈ વ્યક્તિ ભલામણ લઈને નથી આવ્યા. જે સમાજ પર શિવનો આશિર્વાદ છે તે સમાજ આગળ વધી રહ્યો છે તે ગર્વની વાત છે.

કોંગ્રેસે ઓબીસી સમાજને અપમાનિત કરવાનું કામ કર્યુ- અમિત શાહ

આ પ્રસંગે ઓબીસી સમાજને અપમાનિત કરવા બદલ અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. અમિત શાહે જણાવ્યુ કે ઓબીસી સમાજને કોંગ્રેસે અપમાનિત કરવાનું કામ કર્યુ છે. ભાજપની સત્તા આવ્યા બાદ ઓબીસી સમાજને સન્માન મળ્યુ. આજે ભાજપે અનેક ઓબીસી સીએમ બનાવ્યા છે. પહેલી વખત દેશના મંત્રીમંડળમાં 27 મંત્રી ઓબીસી સમાજના આપ્યા છે. કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં ઓબીસી સીટ ભાજપે કરાવી. નીટની પરીક્ષામાં પણ ઓબીસી અનામત ભાજપે કરાવ્યુ. કોંગ્રેસે તેના શાસનમાં ઓબીસી સમાજ માટે કંઈ કર્યુ નથી.

પ્રથમવાર ગરીબીમાંથી પસાર થયેલી વ્યક્તિ દેશના વડાપ્રધાન બન્યા – અમિત શાહ

શાહે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યુ પહેલી વખત ગરીબીમાંથી પસાર થયેલી વ્યક્તિ પીએમ બન્યા છે. ઓબીસી કે ગરીબ સમાજને ચિંતા હતી કે પૈસાવાળા કોરોનાથી બચી જશે પણ અમીર અને ગરીબ બંનેને એક લાઈનમાં રાખી કોરોનાનું વેક્સિનેશન કરવામાં આવ્યુ. વધુમાં અમિત શાહે કહ્યુ કે કોરોના સમયે મારી બહેન અમેરિકાથી અહીં આવવા માગતી હતી તેની ટિકિટ થઈ હતી પણ અમેરિાના સાત દિવસે વેક્સિનેશનના સર્ટિફિકેટ મળતા હતા જ્યારે ભારતમાં તાત્કાલિક મોબાઈલ પર સર્ટિફિકેટ આપવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યું શીશ, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા, જુઓ Video

બાઈડને પણ પીએમ મોદીનો માગ્યો ઓટોગ્રાફ- શાહ

અમિત શાહે જણાવ્યુ કે તમારે ગૌરવ લેવુ જોઈએ નરેન્દ્ર મોદી તમારા સમાજના છે. ભાજપની 9 વર્ષની યાત્રા અને બીજા પક્ષની 65 વર્ષની યાત્રામાં અમારી 9 વર્ષની યાત્રામાં સૌથી વધુ પ્રગતિ થઈ છે. અમિત શાહે પૂર્ણેશ મોદીને ખાસ અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યુ કે પૂર્ણેશ મોદીએ ખાસ લડાઈ લડી તે માટે અભિનંદન. વધુમાં અમિત શાહે કહ્યુ અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડને પીએમ મોદીને કહ્યુ કે તમે અમેરિકામાં ઘણા લોકપ્રિય છો, મારે તમારી ઓટોગ્રાફ જોઈએ છે. આ વતા આપણા સહુ માટે ગર્વની વાત છે

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">