Gujarati NewsGujaratAhmedabadBreaking News TheTalati Exam Result has been declared The Talati EXam held on May 7 in the state 8 lakh 64 candidates appeared for the exam
Breaking News: રાજ્યમાં 7 મે એ યોજાયેલી તલાટીની પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, 8 લાખ 64 ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
Ahmedabad: રાજ્યમાં 7મે એ યોજાયેલી તલાટીની પરીક્ષાનું પરીણામ જાહેર થયુ છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ દ્વારા આ અંગેની જાણકારી આપી છે. આ સાથે રાજ્યના 8 લાખ 64 હજાર ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોતા હતા તેમની આતુરતાનો આખરે અંત આવ્યો છે.
રાજ્યના 8લાખ 64 હજાર વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યમાં 7 મેં એ યોજાયેલી તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ દ્વારા આ અંગેની જાણકારી આપી છે. પરીક્ષાના સુચારુ આયોજન માટે 64000 કરતા વધુનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર પણ ઉમેદવારોના પ્રવેશ સાથે કોલલેટર સાથેની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. જેથી કોઈ ડમી ઉમેદવારો હોય તો તુરંત જાણ થાય.
તલાટીની પરીક્ષાની માર્કશીટ નીચેની લીંક પરથી જોઈ શકાશે.
રાજ્યભરમાં તલાટીની 3437 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાઈ હતી. જેમા રાજ્યના 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે અગાઉ 17.10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ દર્શાવી હતી. રાજ્યમાં જે જે સેન્ટર પર પરીક્ષા યોજાવાની હતી તે તમામ જગ્યાઓ પર અગાઉથી જ સૂચના આપી દેવાઈ હતી અને તમામ કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા હતા
રાજ્યમાં 9 એપ્રિલે લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. જેમા રાજ્યના 9.58 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું એકવાર પેપર લીક થયા બાદ બીજીવાર કોઈપણ ગેરીરીતિ વિના પરીક્ષા યોજવી એ ઉમેદવારોની સાથે તંત્રની પણ કસોટી હતી. જો કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને ક્યાંય થી પણ કોઈ ગેરરીતિની ઘટના સામે આવી ન હતી. આ પરીક્ષાનું સમગ્ર આયોજન IPS અને GPSSBના ચેરમેન હસમુખ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ. પરીક્ષાર્થીઓએ પણ સુચારુ આયોજનની હસમુખ પટેલની કામગીરીને પણ વખાણી હતી.