AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત  કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત   તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે.

Breaking News : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી
tathya patel Arrest
| Updated on: Jul 20, 2023 | 7:31 PM
Share

Ahmedabad : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત(ISKCON Bridge Accident)  કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત   તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ ઉપર IPCની 304 કલમ એટલે સદોષ મનુષ્ય વધની કલમ લગાવવામાં આવી છે. તો તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે.

FIRની વિગતો થોડા કલાકોમાં જાહેર કરશે

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ પણ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે તેની સ્થિતિમાં થોડા સુધાર બાદ પોલીસ તથ્ય અને અકસ્માત સમયે જગુઆર કારમાં હાજર તેના મિત્રોની પણ અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ અકસ્માત સમયે કારમાં તથ્ય સાથે 3 યુવતી અને બે યુવક હાજર હતા. હાલ આ તમામની અટકાય કરી FIRમાં તેમના અંગેની વિગતો દાખલ કરવામાં આવી છે.

FIR થયા બાદ 24 કલાકમાં આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરાશે

FIRમાં લેવામાં આવેલી તમામ વિગતો થોડી વારમાં જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે FIRની વિગતો FIR થયાના થોડા કલાકો બાદ રજૂ કરવામાં આવશે. FIR થયા બાદ 24 કલાકમાં આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરતા હોય છે. જેથી તથ્યને પણ 24 કલાક સુધીમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

તથ્ય પટેલના તમામ રિપોર્ટ આવ્યા નોર્મલ

બીજી તરફ  તથ્ય પટેલના બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. માનવામાં આવતુ હતુ કે આ કેસ ડ્રંક એન્ડ ડ્રાઇવનો કેસ હોઇ શકે છે. જેથી સિમ્સ હોસ્પિટલમાં તથ્ય પટેલના સીટી સ્કેન, બ્લડ રિપોર્ટ સહિતની મેડિકલ ટેસ્ટ કરાયા હતા. જો કે તથ્યના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">