AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નગરપાલિકાએ કરેલા કર વધારા સામે આજે સાણંદ બંધ, આકરા કરબોજ સામે લોકોમાં રોષ

સાણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કર વધારાના વિરોધમાં સાણંદના વેપારીઓએ આજે બંધનું એલાન આપ્યું છે. રહેણાંક વિસ્તારમાં 200 ટકા તેમજ કોમર્શિયલ મિલકત પર 400 ટકાનો વધારો કરાતાં રહીશો તેમજ વેપારીઓમાં રોષ ફેલાયો છે.

Breaking News : નગરપાલિકાએ કરેલા કર વધારા સામે આજે સાણંદ બંધ, આકરા કરબોજ સામે લોકોમાં રોષ
Sanand municipality
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:17 AM
Share

Ahmedabad : સાણંદ (municipality) નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કર વધારાના વિરોધમાં સાણંદના વેપારીઓએ આજે બંધનું એલાન આપ્યું છે. રહેણાંક વિસ્તારમાં 200 ટકા તેમજ કોમર્શિયલ મિલકત પર 400 ટકાનો વધારો કરાતાં રહીશો તેમજ વેપારીઓમાં રોષ ફેલાયો છે. સાણંદમાં રહેણાંક મિલકત વેરો રૂ.339 થી વધારી રૂ.560 કરાયો છે. તો પાણી વેરો રૂ.800થી વધારી રૂ.2000 કરાયો છે.

આ પણ વાંચો Gujarat University : ઉત્તરવહી કાંડમાં દોઢથી બે લાખમાં પરીક્ષા પાસ કરાવવામાં આવી હોવાનો NSUIનો આક્ષેપ

આકરા કરબોજ સામે સાણંદના રહીશો તેમજ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે વેપારી, શાકભાજી, પાથરણા એસોસિએશનોએ સાણંદ બંધ પાળ્યો છે. સાણંદ નગરપાલિકાએ મિલકત તેમજ પાણી વેરા ઉપરાંત શિક્ષણ કર 10થી વધારીને 17 ટકા કરાયો છે, તો સફાઈ વેરામાં રૂ.200થી 500નો તેમજ દિવાબત્તી વેરામાં રૂ.150થી 300 કરાયો છે.

કરવેરામાં વધારો કરાતાં લોકોમાં રોષ

આ ઉપરાંત નવી ખરીદાયેલી મિલકતની પાલિકામાં નોંધણી માટે પણ એક ટકા ફી લાગુ કરાઈ છે. સાણંદ નગરપાલિકામાં હાલ વહીવટદાર તરીકે મામલતદાર છે. ત્યારે કરવેરામાં વધારો કરાતાં લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે વેરા વધારાના વિરોધમાં સાણંદ બંધ રહેશે. આ બંધમાં વેપારી, શાકભાજી તેમજ પાથરણા એસોસિએશનો જોડાયા છે.

સાણંદ બજારમાં તમામ દુકાનો બંધ જોવા મળી

સાણંદ નગરપાલિકાએ કરેલા વેરા વધારાના નિર્ણય સામે પર ઉતર્યા છે. વેરા વધારા સામે લોકોએ સાણંદને સજ્જડ બંધ પાળી રોષ ઠાલવ્યો છે. સાણંદ બજારમાં તમામ દુકાનો બંધ જોવા મળી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નગર પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે, ત્યારે પાલિકા કઇ રીતે લોકો પાસેથી વેરા વધારો વસુલી શકે.

વેરા વધારા સામે નગરજનો એક થયા, નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો

વધુમાં લોકોએ આરોપ લગાવ્યો છે કે ગંદકીથી ખદબદાતી શેરીઓ, ખુલ્લી અને ગંધ મારતી ગટરો, બિસ્માર રસ્તા, થોડા વરસાદમાં પાણીથી ભરાઈ જતી સોસાયટી, રાહદારીઓને અડફેટે લેતા રખડતાં ઢોર સહિત અનેક સમસ્યા છે. ત્યારે વચનો આપીને ગયેલ નેતા પાછા ફર્યા નથી. સાણંદમાં ફૂટપાથ પર શાકમાર્કેટ બની ગયા છે. આટલી અસુવિધા હોવા છતાં લોકોના માથે ત્રણ ગણો વેરો નાખ્યો છે. વેરા વધારા સામે નગરજનો એક થયા છે અને નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">