Breaking News: અમદાવાદમાં દોડતી રિક્ષા અને કેબને ધ્યાને રાખી શહેર પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, પેસેન્જર્સ વાંચી શકે તેવી રાખવી પડશે નંબર પ્લેટ

Ahmedabad: અમદાવાદમાં દોડતી રિક્ષાઓ અને કેબ સામે શહેર પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમા હવેથી દરેક રિક્ષા અને કેબમાં પેસેન્જર્સ વાંચી શકે તેવી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. તેમજ કેબ કે રિક્ષાનો વાહન નંબર, માલિકનો નંબર, ડ્ર્રાઈવરનો નંબર, ટ્રાફિક હેલ્પલાઈન, વુમન હેલ્પલાઈન અને પોલીસ હેલ્પલાઈન નંબર સાથેનુ બોર્ડ ફરજિયાત લગાવવાનું રહેશે.

Breaking News: અમદાવાદમાં દોડતી રિક્ષા અને કેબને ધ્યાને રાખી શહેર પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, પેસેન્જર્સ વાંચી શકે તેવી રાખવી પડશે નંબર પ્લેટ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 30, 2023 | 9:15 PM

Ahmedabad: અમદાવાદમાં દોડતી કેબ અને રિક્ષાઓને લઈને શહેર પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરમાં દરેક પેસેન્જર્સ રિક્ષાઓ અને કેબને ધ્યાને રાખી નિર્ણય કરાયો છે. જેમા પેસેન્જર્સ વાંચી શકે તેવા વાહન નંબર, માલિક નંબર, ડ્રાઈવર નંબર, ટ્રાફિક હેલ્પલાઈન, વુમન હેલ્પલાઈન અને પોલીસ હેલ્પલાઈન નંબર લખવા પડશે. તમામ રિક્ષા અને કેબમાં એક મહિનાની અંદર તમામ વિગતો લખેલુ બોર્ડ ફરજિયાત મુકવુ પડશે. આ તમામ વિગતો સાથેના બોર્ડ વગરની રિક્ષા અને કેબના ડ્રાઈવર-માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી તાકીદ કરાઈ છે.

થોડા દિવસ પહેલા અગાઉ સોલા વિસ્તારમાં પેસેન્જરને લૂંટી લેવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ હાઈકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે ટકોર કરવામાં આવી હતી.

લોકોના જાન-માલની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી નિર્ણય

આ તમામ હકીકતો અને સૂચનોને ધ્યાને લઈ અમદાવાદ શહેરમાં દોડતી તમામ ઓટો રિક્ષા, કેબ, ટેક્સીમાં મુસાફરો સહેલાઈથી જોઈ-વાંચી શકે તે રીતે વાહનચાલકની સીટના પાછળના ભાગે વાહન-નંબર, વાહન માલિકનું નામ અને અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પલાઈન નંબરો ફરજિયાત ઓઈલ પેનેટ કે કાયમી માર્કર પેન દ્નારા ભૂંસી ન શકાય તે પ્રકારના લખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે. જોકે વાહનચાલકો અમુક સમયે બદલાતા રહેતા હોવાથી બોર્ડમાં વાહનચાલકનું નામ ભૂંસી શકાય તે પ્રકારની સ્કેચપેનથી લખવાનુ રહેશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

લોકોની જાન અને સલામતીને થતુ જોખમ નિવારવા અને લોકોને સુરક્ષા આપવાના હેતુથી શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ડ્રાઈવરની સીટની પાછળ તમામ નંબરો દર્શાવતુ બોર્ડ લગાવવુ ફરજિયાત

કમિશનરના જાહેરનામા મુજબ રિક્ષા, ટેક્સી, કેબ ચાલકોએ તેમના વાહનમાં પેસેન્જરને બેસવાની જગ્યાએથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજી ભાષામાં વાહન નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબર અને હેલ્પલાઈન નંબર 12*10 ઈંચની સાઈઝના બોર્ડ ઉપર 50ના ફોન્ટ સાઈઝ સાથે રાખવાના રહેશે.

આ પણ વાંચો: Ahmedabad: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીમાં મોટો ઘટસ્ફોટ- પુસ્તકો અને રમકડા મારફતે વિદેશથી ભારતમાં મોકલવામાં આવે છે ડ્રગ્સ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">