Gujarati Video : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઇ, 33 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો કરાયો નાશ
રાજકોટમાં ફૂડ વિભાગે પરિશ્રમ, મેંગો ચીલી, હિર પંજાબી સહિતની રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી 33 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો.
રાજકોટમાં ખાણીપીણીના એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. જેમા ફૂડ વિભાગે પરિશ્રમ, મેંગો ચીલી, હિર પંજાબી સહિતની રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી 33 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જેનો ફૂડ વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય 22 જેટલા ધંધાર્થીઓને તંત્રએ નોટીસ ફટકારી છે.
આ પણ વાંચો : Breaking News : રાજકોટમાં જુગારના કેસમાં પકડાયેલા એક વ્યક્તિનું મોત, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
આ અગાઉ રાજકોટ શહેરમાં વાડીલાલનો આઈસ્ક્રીમ અને ઝાયડસના મિક્સ ફેટના નમૂનામાં એસિડિક વેલ્યૂ વધુ હોવાનું સામે આવ્યું હતું. ઝાયડસનું ફેટસ્પ્રેડ અને વાડીલાલનો આઈસક્રીમની હલકી ગુણવત્તાનો હોવાથી 17.35 લાખનો આકારો દંડ ફટકાર્યો હતો. વાડીલાલ આઈસ્ક્રીમ અને ઝાયડસ વેલનેશ લિમિટેડ કંપની સામે નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડિકેટિંગ ઓફિસરે કાર્યવાહી કરી હતી.
અમદાવાદમાં AMC દ્વારા ખાદ્ય પદાર્થના નમૂના લીધા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે છેલ્લા અઠવાડિયામાં કુલ 66 ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતાં. જેની ચકાસણી માટે તેને લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમાથી ન્યુ રાણીપના જયશ્રી કલ્યાણ નમકીનના ગાંઠિયામાં અને નરોડાની ક્રિષ્ના ટ્રેડર્સમાં સ્ટ્રોબેરી જ્યુસમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું.