Breaking News : અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ahmedabad : અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય બફાળા અને ઉકળાટ બાદ, સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ(Rain) વરસ્યો હતો. હવામાન વિભાગે, આજે અમદાવાદ સહીત ઉતર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરી હતી. આ આગાહી અનુસાર અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ વરસ્યો છે.
જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નરોડા, કૃષ્ણનગર, એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ છે. નવા નરોડા, ઠક્કર નગર, વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે મેઘાણીનગર, એલિઝ બ્રિજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. એસ.જી. હાઇવે. સરખેજ, બોપલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Kutch) રેડ એલર્ટ અપાયું છે. તો 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદ રહેશે.