AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવાનો રસ્તો સાફ! આસારામની મોટેરા આશ્રમની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, 50,000 ચોરસ મીટરથી વધુની જગ્યા સરકાર પરત લેશે

અમદાવાદમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મોટું પગલું સાબિત થાય એવા ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે આસારામના મોટેરા આશ્રમની અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ આશરે 50,000 ચોરસ મીટરથી વધુ જમીન સરકારને પરત મળવાની શક્યતા છે.

Breaking News : અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવાનો રસ્તો સાફ! આસારામની મોટેરા આશ્રમની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, 50,000 ચોરસ મીટરથી વધુની જગ્યા સરકાર પરત લેશે
Ronak Varma
| Edited By: | Updated on: Apr 17, 2026 | 1:09 PM
Share

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનના સપના વચ્ચે એક મહત્વપૂર્ણ કાનૂની નિર્ણય સામે આવ્યો છે. મોટેરા વિસ્તારમાં આવેલી Asaram Ashram સંબંધિત જમીન વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેના કારણે વિસ્તારમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો માર્ગ વધુ સ્પષ્ટ થયો છે.

માહિતી મુજબ સિંગલ જજ દ્વારા અગાઉ આપાયેલા નિર્ણયને પડકારતી આશ્રમની અરજી ડિવિઝનલ બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી છે અને સિંગલ જજના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ કેસમાં સરકારી વકીલ જી. એચ. વીર્ક દ્વારા રજૂ કરાયેલી દલીલોને પણ હાઇકોર્ટે માન્ય રાખી છે.રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલ જી. એચ. વીર્ક (G. H. Virk) એ દલીલ કરી હતી કે આ જમીન દાયકાઓ પહેલા મર્યાદિત ધાર્મિક હેતુઓ માટે ફાળવવામાં આવી હતી. જોકે, આશ્રમે ત્યાં અનધિકૃત બાંધકામ અને વ્યાપારી પ્રવૃત્તિઓ કરીને ફાળવણીની શરતોનો ભંગ કર્યો છે.

કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે કે આસારામ હેબીચ્યુઅલ ઓફેન્ડર છે, તેથી તેમને કોઈ પણ પ્રકારની વિશેષ રાહત આપી શકાય નહીં. આ નિર્ણય બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં અન્ય રમતગમત સુવિધાઓ વિકસાવવા માટેનો માર્ગ વધુ સરળ બન્યો છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અન્ય સ્ટેડિયમ અને રમત ગમતના મેદાન બનશે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક કી થનારી રમતો માટે હાઇકોર્ટનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આ જમીન નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક આવેલી છે અને તેનો ઉપયોગ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ તેમજ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે કરવામાં આવશે. આ ચુકાદા બાદ આશરે 50,000 ચોરસ મીટરથી વધુ જમીન હવે આશ્રમ પાસેથી સરકાર દ્વારા પરત લેવામાં આવશે તેવી શક્યતા છે. આ જમીન પર ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી શકે છે. હાઇકોર્ટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આશરે 50,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીનનો કબજો પરત લેવાના રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે.

હાઇકોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદાને કારણે રાજ્યમાં રમતગમત વિકાસને નવી ગતિ મળશે અને અમદાવાદને વૈશ્વિક રમતગમત કેન્દ્ર તરીકે વિકસાવવા માટેના પ્રયાસોને વધુ બળ મળશે એવી ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો- Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી, બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">