Breaking News : અમદાવાદના બોપલમાં સગીરા પર દુષ્કર્મની ઘટના, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો, જુઓ Video
બોપલમાં એક સિક્યુરિટી ગાર્ડે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. આરોપી વિનોદ જાટવ નામના વ્યક્તિએ સગીરાને લિફ્ટમાં બળજબરીથી ધાબા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું.

અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મહિલા તેની સગીર પુત્રી સાથે રોજ કામ કરવા જતી હતી. આ સોસાયટીમાં કામ કરનાર સિકયુરિટી ગાર્ડની નજર મહિલાની સગીર દીકરી પર હતી. ફ્લેટમાં ઘરઘાટી તરીકે કામ કરતી મહિલાની સગીરવયની દીકરી માતાની જગ્યાએ ઘરકામ કરવા ફ્લેટમાં આવી ત્યારે આરોપી વિનોદ જાટવની નજર દીકરી પર બગડી.
સગીરાની એકલતાનો લાભ લઈને આરોપીએ સગીરાનો પીછો કર્યો અને લિફ્ટમાં તેની સાથે ગયો. સગીરા સાતમા માળે લીફ્ટમાંથી બહાર નીકળવા ગઈ તો આરોપીએ તેને અટકાવી દીધી અને બળજબરીથી લિફ્ટમાંથી ધાબા પર લઈ ગયો. સગીરાના દુપટ્ટાથી જ તેના હાથ બાંધીને દુષ્કર્મ આચર્યું
ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લીધો છે. પકડાયેલો આરોપી વિનોદ જાટવ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે..અને તેને ગ્લોબલ વિઝન સિક્યુરીટી એજન્સી દ્વારા બોપલના ફ્લેટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે રાખવામાં આવ્યો હતો.
દુષ્કર્મ બાદ આરોપી ફરાર થઇ ગયો હતો પરંતુ સગીરાએ પોતાના મોબાઈલથી રડતા રડતા માતાને ઘટનાની જાણ કરી હતી, ત્યાર બાદ બોપલ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે સિક્યુરીટી ગાર્ડની માહિતી મેળવીને ગણતરીના કલાકોમાંથી શોધીને ધરપકડ કરી. આરોપીએ સગીરાને બળજબરીથી લિફ્ટમાં લઈ જતા CCTV કેમેરામાં પણ કેદ થયો. પોલીસે CCTV ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
સગીરા પર દુષ્કર્મ (balatkaar) ના કેસમાં ભારતીય કાયદા અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા (BNS, 2023) અને પોક્સો ઍક્ટ (POCSO Act, 2012) ની કેટલીક ખાસ કલમો લાગુ પડી શકે છે. હવે પોલીસ આ આરોપી સામે કાર્યવાહી કરશે.