AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: લોકો પર વધુ એક મોંઘવારીનો માર, શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ વધારો

શાકભાજીના ભાવમાં વધારો થતા તેની જગ્યાએ લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ વરસાદના કારણે વધારો નોંધાયો છે.

Ahmedabad: લોકો પર વધુ એક મોંઘવારીનો માર, શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ વધારો
Beans increase price
Darshal Raval
| Edited By: | Updated on: Jul 02, 2023 | 2:16 PM
Share

Ahmedabad: બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર હજુ બજાર પરથી દૂર નથી થઈ. ત્યાં જ ચોમાસાની અસર બજાર પર જોવા મળી રહી છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બિપોરજોયમાં વધેલા શાકભાજીના ભાવ ચોમાસુ શરૂ થવા છતાં પણ ઘટ્યા નથી. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા તેની જગ્યાએ લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ વરસાદના કારણે વધારો નોંધાયો છે.

શાકભાજી અને કઠોળના ભાવ વધતાં ખરીદી પર અસર

દરેક સિઝનમાં સિઝનેબલ વસ્તુમાં ભાવમાં વધારો નોંધાતો હોય છે. આ વર્ષે બિપોરજોય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં જે વધારો થયો હતો તે તો યથાવત જ છે સાથે જ શાકભાજીની અવેજીમાં જે કઠોળનો ઉપયોગ લોકો કરતા હોય છે તેમાં વરસાદ દરમિયાન વધારો જોવા મળ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે હોલસેલમાં કઠોળના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે રિટેલમાં 20 થી 40 રૂપિયા ભાવ વેપારીઓ લઈ રહ્યા છે. શાકભાજી અને કઠોળ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવાથી ભાવ વધારા વચ્ચે લોકો જરૂર કરતાં ઓછી ખરીદી કરીને પણ કામ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો Monsoon 2023: રાજ્યમાં અનરાધાર વરસાદના પગલે 207 ડેમમાં 44 ટકા કરતા વધારે પાણી ભરાયા, જુઓ Video

શાકભાજીમાં નોંધાયો ભાવ વધારો

વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો હતો. જે હજુ યથાવત છે. હોલસેલમાં 15 ટકાથી વધુ તો રિટેલમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો થયો હતો. ટામેટાના એક કિલોના ભાવ 20 રુપિયાના 80 રૂપિયા થયા છે. તો આદુના 60ના 200 રૂપિયા થયા છે. કોથમીના ભાવ રૂ.120 પહોંચ્યા છે.

કઠોળના ભાવમાં પણ વધારો

હોલસેલ બજારમાં કઠોળના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો રિટેલ બજારમાં અલગ અલગ વિસ્તારમાં 20 થી 40 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. જે ખૂબ વધુ કહી શકાય. જેના કારણે લોકો શાકભાજી ખાય કે કઠોળ ખાય તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. મગના કિલોદિઠ 5 થી 7 રૂપિયા વધ્યા છે, તો તુવેર દાળના કિલોદિઠ 125 રુપિયાના હવે 130 થયા છે. ચોળા 107 રૂપિયે કિલો હતા. જેના હાલમાં 115 રૂપિયા છે. આ સિવાય તમામ કઠોળના ભાવમાં વધારો નોંધાયો છે.

મસાલામાં પણ ભાવ વધારો નોંધાયો

કઠોળ કરતાં વધુ મસાલામાં ભાવ વધારો નોંધાયો છે. છેલ્લા 2 કે 3 મહિના પહેલા જીરું અને વરિયાળી સહિતના મસાલાના જે ભાવ હતા તેની સામે હાલ 2 થી 3 ગણા ભાવ વધ્યા છે. જીરું પહેલા રૂ.320નું કિલો હતું તે 680 એ મળી રહ્યું છે, વરિયાળીનો ભાવ રૂ. 220થી 420 પર પહોંચ્યો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડા અને બાદમાં વરસાદી માહોલના કારણે ઉપરથી ભાવ વધતા હોલસેલ અને રિટેલ બજારમાં ભાવ વધારો નોંધાયો છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જ્યાંથી આ કઠોળ આવતા હોય છે. જેના કારણે તેના ભાવ પર અસર જોવા મળી છે. જોકે વેપારીઓએ સાથે એ પણ જણાવ્યું કે જો આ વર્ષે વરસાદ સારો રહ્યો તો હાલ કઠોળ માટે પાકની સીઝન છે, જો પાક સારો થશે તો આગામી વર્ષ દરેક લોકો માટે સારું જશે. તેમજ ભાવ વધારો પણ નહિં થાય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">