AHMEDABAD : SP રીંગરોડ પર નિર્માણાધિન બ્રિજ ધરાશાયી, મજૂરોનો આબાદ બચાવ

Bridge collapsed in ahmedabad : ઘટના સમયે બ્રીજ પર 5 જેટલા મજૂરો હતા, જો કે આ તમામ મજૂરોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 12:13 AM

AHMEDABAD : અમદાવાદ શહેરમાં એક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. SP મહંમદપુરા ચોકડી પર નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રીજના કેબલ કામ દરમિયાન ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના સમયે બ્રીજ પર 5 જેટલા મજૂરો હતા, જો કે આ તમામ મજૂરોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.

આ નિર્માણાધીન બફ્લાયઓવર બ્રીજનું કેબલ કામ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના ઘટી છે. બ્રીજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો છે. ઘટના દરમિયાન 5 મજૂરો આ બ્રીજ પર કામ કરી રહ્યા હતા, જો કે આ ઘટનામાં કોઈ જાનહાની ન થયાના હાલ સમાચાર મળી રહ્યાં છે.

ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો, એમ્બ્યુલન્સ તેમજ બ્રીજ કોન્ટ્રાકટરના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જો કે આ ઘટના બાદ બ્રીજમાં વાપરવામાં આવતા મટિરિયલ્સ અંગે સવાલો ઉભા થઇ રહ્યાં છે. SP રીંગ રોડ પર ટ્રાફિકજામ ન થાય એ માટે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોચીને કામે લાગી ગઈ છે.

આ પણ વાંચો : AHMEDABAD : કૃષિ સહાય પેકેજનો લાભ લેવા ખેડૂતોએ 24 ડીસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

આ પણ વાંચો :BHAVNAGAR : અલંગમાં કસ્ટમ અને DRIની મોટી કાર્યવાહી, 3 મોટા કાર્ગો શીપને સીઝ કર્યા, જાણો શું છે કારણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">