AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના માટે ક્રેડાઇ ગુજરાત તરફથી મહત્વની જાહેરાત કરાઈ

ક્રેડાઈ ગુજરાત દ્વારા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા-વિચારણા બાદ ક્રેડાઈ ગુજરાત તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના માટે ક્રેડાઇ ગુજરાત તરફથી મહત્વની જાહેરાત કરાઈ
CREDAI
Ronak Varma
| Edited By: | Updated on: Jun 22, 2022 | 12:58 PM
Share

કેન્દ્ર સરકાર (Central Government)   દ્વારા સંરક્ષણ વિભાગ માટે લાવવામાં આવેલી અગ્નિવીર યોજના (Agnivir scheme) માટે અનેક સંસ્થાઓ અને આગેવાનો પણ હવે આગળ આવી રહ્યા છે ત્યારે ક્રેડાઈ ગુજરાત (CREDAI Gujarat)  કેન્દ્ર સરકારની યોજનાને આવકારવામાં આવી અને તેમના તરફથી અગ્નીવીરો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત મુજબ અગ્નિપથનું સર્ટીફીકેટ ધરાવનાર યુવાનોને ક્રેડાઈ ગુજરાત તરફથી દર વર્ષે 3000 લોકોને રોજગારી આપવામાં આવશે. ક્રેડાઈ ગુજરાત દ્વારા ભાજપ (BJP) પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) સાથે ચર્ચા-વિચારણા બાદ ક્રેડાઈ ગુજરાત તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આટલું જ નહીં પરંતુ લોકોને જે ગેરમાન્યતા છે કે અગ્નિવીર યોજનામાંથી નીકળેલા યુવાનોને માત્ર સિક્યુરિટી તરીકે નોકરી આપવામાં આવશે.

આ મામલે ક્રેડાઇ અમદાવાદના પ્રમુખ તેજસ જોશીએ TV9 સાથે વાત કરતા જણાવ્યું કે આ યોજનામાંથી આવેલા યુવાનોને તેમના રસના વિષયનો અભ્યાસ કરવામાં આવશે અને જે વિષયમાં તેઓ રસ ધરાવે છે તે મુજબ તેમને રોજગારી આપવામાં આવશે એટલે કે જો કોઈ યુવાન માર્કેટિંગ અથવા તો ડિઝાઇનિંગ અથવા અને કોઈ અન્ય કામમાં રુચિ ધરાવે છે તો સૌપ્રથમ તેને કોર્ષ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેની યોગ્યતા મુજબ તેને રોજગાર પણ આપવામાં આવશે.

ક્રેડાઈ તરફથી એ પણ જણાવવામાં આવ્યું કે અગ્નીવીર યોજનામાં ગુજરાતએ કેન્દ્ર સાથે ખભેથી ખભા મિલાવીને ચાલવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ ડિગ્રી ધરાવતા 3000 જેટલા ઉમેદવારોને દર વર્ષે રોજગાર આપવામાં આવશે. જેમાં ગુજરાતભરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગારી આપવાની બાહેંધરી ભારત સરકાર અને ગુજરાત સરકારને આપવામાં આવી છે.આટલુ જ નહી ક્રેડાઈએ ભારતમાં સમાવિષ્ટ 26 રાજ્યોમાં પણ આ યોજના લાગુ કરશે જેના કારણે ભારતભરનું રિયલ એસ્ટેટ સેક્ટર વાર્ષિક 30,000 અગ્નિવીરોને રિયર એસ્ટેટ સેક્ટરમાં કાયમી ધોરણે રોજગારી આપે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

આ સાથે ક્રેડાઈ ગુજરાત દર વર્ષે 50,000 યુવાનોને પણ શારિરીક અને સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ચાર વર્ષની ટ્રેનિંગમાં ભારત સરકાર આ યુવાનોને એક ખુબ જ સારૂ આર્થિક વળતર અને પેકેજ પણ આપશે, ત્યારબાદ યોગ્ય સ્કીલ ધરાવતા યુવાનોને પણ તેમની સ્કીલને આધારે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરવાની તક મળશે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">