અમિત શાહે ચાણક્યપુરી અને ચાંદલોડિયાને જોડતા અંડરપાસની શરૂઆત કરાવી, 33 કરોડના રેલવે કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યાં

અમિત શાહે થલતેજ હેબતપુરમાં 1 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવી શરૂઆત કરાવી હતી. અહીં 1 લાખ વૃક્ષ વાવવાથી ઓકિસજનની કમી દુર કરી શકાશે. જેમાં એક સાથે 22 હજાર વાર જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વવાશે.

અમિત શાહે ચાણક્યપુરી અને ચાંદલોડિયાને જોડતા અંડરપાસની શરૂઆત કરાવી, 33 કરોડના રેલવે કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યાં
Amit Shah inaugurates underpass
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:58 PM

અમદાવાદ (Ahmedabad) ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર મુસાફરી માટે હવે કાલુપુર રેલવે સ્ટેશન (railway Station)  સુધી લોકોએ ટીકીટ લેવા ધક્કો ખાવો નહિ પડે. કેમ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન પર ટીકીટ કાઉન્ટર શરૂ કરવા સાથે 33 કરોડના રેલવે કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.  થલતેજ માં હેબતપુરમાં મિયાવાકી પદ્ધતિથી 1 લાખ વૃક્ષો વાવવાની વૃક્ષારોપણ કરી શરૂઆત કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. જેઓએ 1 જુલાઇ વિવિધ કાર્યક્રમમાં હાજર આપી 2 જુલાઈએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમ માં હાજરી આપી. જેમાં 2 જુલાઈએ અમિત શાહે 33 કરોડ ના રેલવેના કામનું ખાતમુહરત અને લોકાર્પણ કર્યું. જેની પહેલા અમિત શાહે થલતેજ હેબતપુરમાં 1 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવી શરૂઆત કરાવી. કેન્દ્રીય ગૃહ મંત્રી અને AMC નું માનવું છે કે 1 લાખ વૃક્ષ વાવવાથી ઓકિસજનની કમી દુર કરી શકાશે. જેમાં એક સાથે 22 હજાર વાર જગ્યા માં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વવાશે. તેમજ અગાઉ ગત વર્ષે ગોતા માં 65 હજાર વૃક્ષ વાવ્યા હતા. તો  5 લાખ થી વધુ વૃક્ષ વાવવાનું નક્કી કર્યું તે કામ કર્યું. અને બાપુનગર પછી આ પહેલી જગ્યા છે જ્યાં સૌથી વધુ વૃક્ષ વાવવામાં આવશે. જેથી શહેરને ગ્રીન કવર મળશે તેમજ ઓક્સિજન સમસ્યા દૂર કરી શકાશે.

ફાટક મુક્ત ક્રોસિંગ તરફ સરકારની કામગીરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વૃક્ષારોપણ સાથે 33 કરોડ ના રેલવે ના કામનું ખાતમુહરત અને લોકાર્પણ કર્યું. જેમાં ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન પર ટીકીટ કાઉન્ટર સુવિધા શરૂ કરાવી. જેનાથી હવે ચાંદલોડિયાના રેલવે મુસાફરોએ કાલુપુર સ્ટેશન સુધી ટીકીટ બુક કરાવવા ધક્કા નહિ ખાવા પડે. તેમજ ચાંદલોડિયા અને ચાણક્યાપુરી વિસ્તારને જોડતા બંધ રેલવે ક્રોસિંગ પર કેટલાય સમયથી અંદાજે 8 કરોડના ખર્ચે બનીને પડેલા રેલવે અંડર પાસની પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ  શરૂઆત કરાવી. તો તે જ સ્થળ પાસે સભા પણ સંબોધી. જેની સાથે 240, 241, 242 અને 243 એમ ચાર અલગ અલગ નંબરના LC પર રેલવે અંડર પાસના કામનું ખાત મુહરત કર્યું. જેમાં એસ જી હાઇવે જોડતા. ચાંદખેડા. ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ અલગ 4 રેલવે અંડર પાસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો

અમિત શાહે લોકોને આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પસંદગી કરવા જણાવ્યું

ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ દેવસિટી પાસે એક મેદાનમાં સભા યોજાઈ. જ્યાં કેન્દ્રીય ગૃહ મંત્રીનું કહેવું હતું કે અંડર પાસ શરૂ થવાથી લોકોની સમસ્યા દૂર થશે. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરી શહેરીજનોને વધુ સુવિધા આપી શકાઇ છે. તેમજ આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રહ મંત્રીએ વિકાસના કામોની વાત કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમજ લોકોને આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પસંદગી કરવા જણાવ્યું હતું.

33 કરોડના રેલવેના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ 33 કરોડના રેલવેના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ દરમીયાન સભામાં સાબરમતી વિધાનસભા અને ગાંધીનગર લોકસભા માટે રેલવે સુવિધા માટે આજે મોટો દિવસ હોવાનું જણાવ્યું. તેમજ વધુમાં જણાવ્યું કે આ વિધાનસભા અલગ અલગ પ્રકારથી રેલવેથી વિટળાયેલી સભા છે. વાહનો દરેક ફાટકે આવી ઉભા રહી જાય છે. જેમાં 15 વર્ષ પહેલાં ચાંદલોડિયા બ્રિજ બનાવ્યો અને આજે અંડર પાસ અને અન્ય 3 અંડર પાસ કામ મંજુર કર્યા કયાંય હવે રોકાવું પડશે નહિ.

કન્યાકુમારી સુધીની ટીકીટ બુક થશે

તેમજ વધુમાં જણાવ્યું કે પહેલા ચાંદલોડિયા બી રેલવે સ્ટેશનની ટીકીટ કરાવવા કાલુપુર જવું પડતું હતું. પણ હવે ત્યાં જ ટીકીટ કાઉન્ટર ની શરૂઆત કરી છે નેથી ત્યાં જ ટીકીટ મળી જશે. તેમજ કન્યાકુમારી સુધીની ટીકીટ બુક થશે. અને લોકો ત્યાંથી જ ટીકીટ લઈને મુસાફરી કરી શકશે. તેમજ પ્લેટફોર્મ નીચા હોવાને કારણે ઉંમર લાયક લોકોને તકલીફ પડતી હતી. ટ્રેન પણ વધુ રોકાતી ન હતી. 2 કરોડના ખર્ચે પ્લેટફોર્મ બનાવ્યા. જેથી આ સમસ્યા દૂર થઈ છે. તેમજ 10 ટ્રેનનું પણ આયોજન કર્યાનું જાહેરાત કરી છે. એટલે કે મુસાફરોને ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન પર ટીકીટ સાથે હવે ટ્રેનની પણ સુવિધા મળી રહેશે.

દોઢ કરોડ ખર્ચે વેઇટિંગ એરિયા બનાવ્યા

આ સિવાય 15 કરોડના ખર્ચે રોડ બ્રિજ બનાવ્યો. સાબરમતી રેલવે સ્ટેશન પર દોઢ કરોડ ખર્ચે વેઇટિંગ એરિયા બનાવ્યા. ફૂટ ઓવર બ્રિજ કામ કર્યું. 18 કરોડના ખર્ચે ત્રણ જગ્યા પર અંડર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવા સહિત રેલવે ને લગતા કેટલાય પ્રશ્ન ઉકેલયાનું પણ કેન્દ્રય ગૃહ મંત્રીએ જણાવ્યું.  વધુમાં આંકડા આપતા જણાવ્યું કે 2019 – 20 માં ત્રણ અંડર બ્રિજ હટાવ્યા. 2020 – 21 ના 4 અંડર પાસ હટાવ્યા અને 2021 – 22 માં 3 અંડર પાસ હટાવ્યા.  એમ ત્રણ વર્ષમાં 10 રેલવે અંડર પાસ અને બ્રિજ બનાવી ફાટક મુક્ત ક્રોસિંગ બનાવવાનું કામ કર્યું. તેમજ ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન પર 10 જેટલી ટ્રેન ઉભી રહેવાની આજ થી વ્યવસ્થા કરાઈ. 7.8 કરોડ ખર્ચે ચાંદલોડિયા બી સ્ટેશન પર પાર્કિંગ સહિત વ્યવસ્થા કરવાના કામને મંજૂરી અપાઈ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિકાસ કામોના ઉદાહરણ આપી કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા

આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિકાસ કામોના ઉદાહરણ આપી કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા. જેમાં તેમણે જણાવ્યું કે 2009 સુધી કોંગ્રેસનું રાજ હતું. દર વર્ષે 590 કરોડ ખર્ચ્યા રેલવેમાં. પણ પીએમ નરેન્દ્ર મોદીએ 2014 થી 590 થી વધારી 3960 એટલે કે 4 હજાર કરોડ ખર્ચ કર્યો. જે મોટી બાબત કહેવાય તેમ પણ જણાવ્યું. સાથે જ વિધાનસભા ચૂંટણી નજીક આવે છે ત્યારે લોકોને તમે કોને જોવા માંગો છો તેમ કહી તમે ભાજપને પસંદ કરજો તેવો સંદેશ આપ્યો.

 ગાંધીનગરને સૌથી વધુ વિકસિત લોકસભા બનાવીશું

તેમજ અમિત શાહે જણાવ્યું કે 2 દિવસ પહેલા તમામને પત્ર લખ્યો અને કહ્યું કે વૃક્ષરોપણ કરો. તમામ ને વિનંતી કે ઘરમાં જેટલા સભ્ય હોય તેટલા વૃક્ષ વાવો. હરિયાળું ગાંધીનગર લોકસભા બનાવવાનું છે. AMC રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરે છે. સૌથી વધુ વિકસિત લોકસભા બનાવીશું. પાંચ વર્ષનું પ્લાન કર્યું જેમાં કોરોના એ પંચર પાડ્યું પણ ચિંતા ન કરતા આગળ વધિશું. આ સાથે પોસ્ટ ઓફિસના વિકાસની પણ વાત કરી હતી. જેમાં 33 જગ્યા નક્કી કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નાણાં આપી નવી પોસ્ટ ઓફીસ બનાવાશે તેવું આયોજન પણ સરકાર કરતી હોવાનું જણાવ્યું.

ક્યાં કેટલા કામના લોકાર્પણ અને ખામુહરત કરાયા

  1. AMC એ પશ્ચિમ રેલવેના કામના લોકાર્પણ અને ખાતમુહરત
  2. 33 કરોડના રેલવેના કામના ખાતમુહરત અને લોકાર્પણ
  3. 15 કરોડના કામમાં બી રેલવે સ્ટેશન પર 430 મીટર લાબું પ્લેટ ફોર્મ અને 25 લાખનું ટીકીટ કાઉન્ટર શરૂ કરાયુ
  4. 7.92 કરોડના ખર્ચે અંડર બ્રિજનું લોકાર્પણ
  5. સાબરમતી સ્ટેશન પર 1.50 કરોડના ખર્ચે 3 વેઇટિંગ રૂમ
  6. 3.86 કરોડના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ
  7. નવા 4 રેલવે અંડર બ્રિજને મંજૂરી

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">