અમદાવાદના અમિત દોશીના રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટાર્ટઅપે બચાવ્યું 150 અબજ લિટર પાણી, કંપનીની આવક છે કરોડોમાં

|

May 25, 2024 | 8:33 PM

પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ NeeRain સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય એવું રેઈન વોટર હાર્વેસ્ટિંગ ડિવાઈસ બનાવે છે. જે બોરવેલ રિચાર્જ કરીને ભૂગર્ભજળના જથ્થા અને ગુણવત્તાને સુધારવામાં મદદ કરે છે. હાલમાં સાત દેશોમાં વેચાતું આ ડિવાઈસ ભારતના જળ સંકટને ઘટાડવામાં મદદ કરી રહ્યું છે.

અમદાવાદના અમિત દોશીના રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટાર્ટઅપે બચાવ્યું 150 અબજ લિટર પાણી, કંપનીની આવક છે કરોડોમાં
Neerain

Follow us on

દેશમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. કાળઝાળ ગરમીના કારણે પાણીની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ છે. રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છ જેવા કેટલાય વિસ્તારો છે, જ્યાં દરવર્ષે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે એક ગુજરાતીએ એક એવું ડિવાઈસ બનાવ્યું છે, જે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને પાણીના સ્તરને ઉપર લાવવામાં મદદ કરે છે.

પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ NeeRain સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય એવું રેઈન વોટર હાર્વેસ્ટિંગ ડિવાઈસ બનાવે છે. જે બોરવેલ રિચાર્જ કરીને ભૂગર્ભજળના જથ્થા અને ગુણવત્તાને સુધારવામાં મદદ કરે છે. હાલમાં સાત દેશોમાં વેચાતું આ ડિવાઈસ ભારતના જળ સંકટને ઘટાડવામાં મદદ કરી રહ્યું છે.

આ ડિવાઈસ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો ?

અમિત દોશી નાના હતા એ સમયે અમદાવાદથી આશરે 50 કિમી દૂર આવેલા કલોલમાં રહેતા હતા. 1986નો આ સમયગાળો હતો. ભૂગર્ભજળના સ્તરમાં ધરખમ ઘટાડો થવાને કારણે કલોલમાં બોરવેલ સુકાઈ ગયા હતા. નગરપાલિકા દર ત્રણ દિવસે પાણી આપતી હતી. તેથી અમિત દોશીને તેમના ઘરની નજીકના નળમાંથી પાણી ભરવા માટે કતારમાં ઉભા રહેવું પડતું હતું. તેઓ અને તેમના ભાઈ તેમની માતા સાથે પાણીની ડોલ લઈને પાણી ભરવા જતા હતા. આ પાણી અમે એક મોટા ડ્રમમાં સાચવી રાખતા હતા. અમારા માટે તે એક પરંપરા બની ગઈ હતી.

ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?

કલોલમાં તેઓ એકલા જ ન હતા. લગભગ 70 ટકા વસ્તીને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ભારતની લગભગ મોટાભાગની વસ્તી પાણીની અછતથી પ્રભાવિત છે. અમિત દોશી તેમના પરિવારને પાણી માટે દરરોજ સંઘર્ષ કરતા જોઈને મોટા થયા છે. અમિતે અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા બાદ 1997માં સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે 2014માં આ નોકરી છોડી દીધી.

પાણીની અછત સાથે ઉછરેલા અમિત દોશીએ નિર્ધાર કર્યો હતો કે, પાણીના દરેક ટીપાને બચાવવા અને પાણી મેળવવા માટે ઓછો સંઘર્ષ થાય તેની ખાતરી કરવી. આ કરવાની એક રીત હતી વરસાદી પાણીનો સંગ્રહ કરીને વરસાદી પાણી કે જે છત, રસ્તાઓ, મેદાનો વગેરેમાંથી વહી જાય છે. તેથી તેમણે કુવાઓ અને બોરવેલ દ્વારા પાણીની ઉપલબ્ધતા સુધારવા માટે આ પાણીને એકત્ર કરી શકાય અથવા જમીનમાં રિચાર્જ કરી શકાય એવું કંઈક કરવાનું નક્કી કર્યું.

આ રીતે થઈ શરૂઆત

અમિત દોશીએ નવેસરથી શરૂઆત કરવા માટે વેસ્ટ મેનેજમેન્ટમાં તેમની 17 વર્ષની કોર્પોરેટ નોકરી છોડી દીધી. તેઓ પર્યાવરણ ક્ષેત્રે કામ કરવા માંગતા હતા, પરંતુ તેમાં પણ કંઈક અલગ કરવા માગતા હતા. તેથી તેમણે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું. પર્યાવરણના વિવિધ ક્ષેત્રોમાં થોડા મહિના સંશોધન કર્યા પછી, તેમણે વરસાદી પાણીના સંગ્રહ તરફ કામ કરવાનું નક્કી કર્યું.

રાજ્ય અને કેન્દ્ર સરકારો જળ સંરક્ષણને પ્રોત્સાહિત કરે છે અને વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલીઓ સ્થાપિત કરવા સબસિડી આપે છે. ઘણા લોકો તેમનું મહત્વ પણ સમજે છે. આ દરમિયાન અમિત દોશીએ એ પણ જાણી લીધું કે વરસાદી પાણી બચાવવા માટેની પરંપરાગત સિસ્ટમો ખર્ચાળ હતી અને તેના સેટઅપ માટે જગ્યા પણ વધારે રોકાતી હતી કારણ કે તેમાં કાંકરીનો ઉપયોગ કરીને ફિલ્ટરેશન સિસ્ટમ જેવું જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે છે.

આ ઉપરાંત આ પદ્ધતિમાં જાળવણી ખર્ચ પણ વધારે થાય છે અને તેમાં ખામી સર્જાય તો તેના નિરાકરણ માટે પ્લમ્બરની જરૂર પડે છે. આ ઉપરાંત બીજી ઘણી સિસ્ટમો પણ બિન કાર્યકારી નીવડી હતી. કારણ કે આ સિસ્ટમોમાં જાળવણીનો ખર્ચ અને પ્લમ્બરની સમસ્યા આવતી હતી. ઘણા કિસ્સાઓમાં જૂની બાંધવામાં આવેલી ઇમારતો સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં મુશ્કેલી આવતી હતી.

આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અમિત દોશીએ NeeRain પ્રાઈવેટ લિમિટેડ હેઠળ મેન્ટેનન્સ મુક્ત અને ઓછી ખર્ચાળ રૂફટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી.

NeeRain નો વિકાસ

સેન્ટ્રલ વોટર કમિશન અનુસાર, ભારતમાં વાર્ષિક 4,000 બિલિયન ક્યુબિક મીટર વરસાદ પડે છે, પરંતુ માત્ર 8 ટકા પાણીનો જ સંગ્રહ થાય છે. આ આંકડો વિશ્વમાં સૌથી ઓછો છે. ઘરની પાણીની 70 ટકા જરૂરિયાતો રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પૂરી કરી શકાય છે. તેથી અમિત દોશીએ એક સરળ, સસ્તું અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોડક્ટ બનાવવાનું નક્કી કર્યું જે એવા પરિવારોને સશક્ત કરી શકે કે જેઓ તેમની રોજિંદી જરૂરિયાતો માટે પાણી એકત્ર કરવામાં કલાકો ગાળે છે.

સતત એક વર્ષ પછી સંશોધન કર્યા બાદ તેમણે લોકોને વરસાદી પાણી એકત્ર કરવામાં મદદ કરી શકે એવું એક ડિવાઈસ તૈયાર કર્યું, જેનો ઉપયોગ બોરવેલ રિચાર્જ કરવા અથવા પાણી એકત્રિત કરવા માટે થઈ શકે છે અને તેને NeeRain રેઈન વોટર નામનું ફિલ્ટર કહે છે. તેને 2018માં પેટન્ટ કરાવામાં આવ્યું હતું.

જરૂરી પરવાનગીઓ મળ્યા પછી NeeRain પ્રાઈવેટ લિમિટેડે MSME ટૂલ રૂમના સહયોગથી ફિલ્ટર્સનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. શરૂઆતનું રોકાણ રૂ. 25 લાખ હતું, પરંતુ અમિત દોશીને ગ્રાન્ટ તરીકે રૂ. 10.81 લાખ મળ્યા કારણ કે તેમની પ્રોડક્ટ લોકોને પાણીની પહોંચ અને બચત કરવા સક્ષમ બનાવે છે અને પર્યાવરણને મદદ કરે છે.

2020માં લોન્ચ કરવામાં આવ્યું આ ડિવાઈસ

NeeRain નો ઉપયોગ બોરવેલ, હેન્ડપંપ, ટાંકી, કુવાઓ, રિચાર્જ કુવા અથવા ડ્રમ અથવા અન્ય સ્ટોરેજ સ્ટ્રક્ચરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પણ થઈ શકે છે. તેને જૂન 2020 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેની કિંમત 2950 રૂપિયા છે. જ્યારે સૂકા બોરવેલને ફરીથી ડ્રિલ કરવા માટે લગભગ રૂ. 3 લાખનો ખર્ચ થઈ શકે છે, ત્યારે NeeRainનો ઉપયોગ કરીને વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ભૂગર્ભજળને રિચાર્જ કરવું એ ઘણો સસ્તો અને લાંબા ગાળાનો ઉકેલ છે.

NeeRain દ્વારા બચાવવામાં આવતા વરસાદી પાણીની વાત કરીએ તો, જો અમદાવાદમાં 7000 mm વરસાદ પડે છે, તો 1500 ચોરસ ફૂટની છત ધરાવતું ઘર વાર્ષિક 90 હજાર લિટર પાણી બચાવી શકે છે.

માર્ચ 2024 સુધીમાં NeeRain એ સમગ્ર ભારતમાં 350 શહેરોમાં 10,291 યુનિટ સ્થાપિત કર્યા છે. કેન્યા, ઝિમ્બાબ્વે, મલાવી, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક અને મધ્ય અમેરિકા જેવા દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે. તો શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાંથી તેની માંગ વધી રહી છે.

NeeRain કેવી રીતે કામ કરે છે ?

NeeRain એ ABS ફિલ્ટર સાથેનું બિન-ઇલેક્ટ્રીક ઉપકરણ છે, જે 25 વર્ષ સુધી ટકી શકે છે. વરસાદનું પાણી શુદ્ધ હોવા છતાં, જ્યારે તે છત અથવા અન્ય કોઈપણ સપાટી પર પડે છે ત્યારે તે અન્ય અશુદ્ધિઓ સાથે ભળી જાય છે, જેને TDS કહેવાય છે. આ અશુદ્ધિઓને દૂર કરવા માટે વરસાદી પાણીને પાઈપ દ્વારા ઉતારવામાં આવે છે જે ડબલ-લેયર HDP ફેબ્રિકનો ઉપયોગ કરીને વાળ જેવા સૂક્ષ્મ કચરાને પણ ફિલ્ટર કરે છે.

પ્રથમ વક્ર ફિલ્ટર 400 માઇક્રોન સુધીના કણોને ફિલ્ટર કરે છે જ્યારે બીજા HDP ફિલ્ટર 200 માઇક્રોન સુધી ફિલ્ટર કરે છે. આ બોરવેલ અથવા ટાંકીને શુદ્ધ પાણીથી રિચાર્જ કરે છે, જેનાથી પાણી ખેંચવામાં સરળતા રહે છે. ફિલ્ટર કાટ અને પ્રદૂષણથી સુરક્ષિત રહે છે કારણ કે તે HDP સામગ્રીથી બનેલું છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે વીજળીની જરૂર પડતી નથી કારણ કે ફિલ્ટર ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર કામ કરે છે.

જેમ જેમ વરસાદનું પાણી જમીનમાં પ્રવેશે છે તેમ ભૂગર્ભજળનું સ્તર વધે છે, પાણીનું pH સ્તર સુધરે છે, બોરવેલમાં પાણી આવે છે અને લાંબા સમય સુધી પાણી પૂરું પાડવા માટે બોરવેલનું રિચાર્જ થાય છે. NeeRain ઇન્સ્ટોલ કરવા માટે કોઈ વધારાની જગ્યા અથવા ઘરમાં ફેરફારની જરૂર નથી. આ ફિલ્ટર 1100 થી 1300 ચોરસ ફૂટના ટેરેસવાળા ઘરની બહારની દિવાલ પર લગાવી શકાય છે. તેને ઇન્સ્ટોલ કરવામાં લગભગ બે કલાક લાગે છે.

સાત દેશો NeeRainથી બચાવી રહ્યા છે પાણી

NeeRainને જ્યારે 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને 31 માર્ચ 2024 સુધી લગભગ 10,291 NeeRain યુનિટ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

NeeRainનો ઉપયોગ કરીને, જૂન 2023 સુધીમાં ત્રણ ખંડોના સાત દેશોમાં 150 અબજ લિટરથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, અમિત દોશી માને છે કે પાણીની અછતને ટાળવા માટે વરસાદી પાણીનો સંગ્રહ એ એક માત્ર ઉપાય છે.

વરસાદી પાણીના સંગ્રહને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે અમિત દોશી NeeRain ડીલરોની સંખ્યામાં વધારો કરીને તેને સમગ્ર દેશમાં 700 સ્થળોએ વિસ્તરણ કરીને તેમના ઉત્પાદનની પહોંચને વિસ્તારવાની યોજના બનાવી છે. અમિત દોશીની આ કંપની વાર્ષિક 2 કરોડની કમાણી કરે છે, ત્યારે તેમણે આશા વ્યક્ત કરી છે કે આગામી ત્રણ વર્ષમાં કંપનીની વાર્ષિક આવક રૂ. 2 કરોડથી વધીને રૂ. 10 કરોડ થઈ જશે.

આ પણ વાંચો કેરળ કેમ બની રહ્યું છે નવી બિમારીઓનું એન્ટ્રી પોઈન્ટ ? કોરોના, નિપાહ, મંકીપોક્સ બાદ વધુ એક બિમારીની કેરળમાં એન્ટ્રી

Next Article